રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (19:39 IST)

તાજના જીએમની પત્ની સહિત ત્રણ પૂત્રોની હત્યા

મુંબઈમાં ચાલી રહેલા આતંકી જંગમાં અત્યાર સુધી 101 લોકોના મોત થયા છે, જ્યારે તાજ હોટલમાં બંધી બનાવેલા 70-80 લોકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હોય તેવી વકી છે. આ ઘટનામાં અત્યાર સુધી 200 જેટલા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.

હાલમાં મળેલી બાતમી અનુસાર હોટલના જનરલ મેનેજરને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.

સાથે સાથે તેમની પત્ની સહિત ત્રણ બાળકોને પણ આતંકીઓએ બાકાત રાખ્યા નથી. જે ક્રૂર અમાનવીય કૃત્યને આ રાક્ષસો કરવામાં જરા પણ અચકાતા નથી.

હજી પણ સેનાના જવાનો તાજમાં છુપાયેલા આતંકીઓને જીવતા પકડવા મથામણ કરી રહ્યા છે.