રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: મુંબઇ , શુક્રવાર, 28 નવેમ્બર 2008 (11:50 IST)

આતંકીઓ બે મહિનાથી રહેતા હતા !

40 કલાક બાદ પણ અભિયાન ચાલુ...

દેશની આર્થિક રાજધાનીમાં કરાયેલા સૌથી મોટા આતંકી હુમલામાં હજુ આતંકીઓ કાબુમાં આવતા નથી. 40 કલાક થવા છતાં તાજ હોટલમાં હજુ બચાવ અભિયાન ચાલુ છે. આજે સવારે એન.એસ.જીનો એક જવાન ઘાયલ થયો હતો. જ્યારે આ આતંકીઓ અહીં છેલ્લા બે મહિનાથી રહેતા હોવાનું અહીંના રહીશો દ્વારા જાણકારી મળી રહી છે.

એન.એસ.જી સહિત ત્રણેય પાંખના સંયુક્ત અભિયાનમાં સવારે સાત કલાકે હોલિકોપ્ટર દ્વારા જવાનોને આ સ્થળોએ સલામત રીતે ઉતારાયા હતા. નરીમન હાઉસમાં આતંકવાદીઓએ કમાન્ડો ઉપર ગોળીઓ વરસાવી હતી. જેમાં એક કમાન્ડો ઘાયલ થયો હતો જેને સારવાર માટે લઇ જવાયો છે.

નરીમન હાઉસની આસપાસ રહેતા લોકોએ જાણકારી આપી હતી કે આતંકવાદીઓ છેલ્લા બે મહિનાથી અહીં રહેતા હતા અને અવારનવાર ચાર કે પાંચના ગ્રુપમાં દેખાતા હતા. પરંતુ કોઇને આ અંગે જાણકારી ન હતી.

હોટલ ટ્રાઇડેંડ અને તાજ હોટલમાં પણ અભિયાન ચાલુ છે. હજું પણ તાજમાં કેટલાક આતંકીઓ સંતાયા હોવાનું તેમજ કેટલાક લોકો હજુ પણ બંધક હોવાનું માનવામાં આવી રહ્યું છે.