રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|

ગુજરાતી પરિવાર બંધક હોવાની આશંકા

મુંબઈના ગેટવે ઓફ ઈંડિયામાં આવેલ નામચીન હોટલોમાં છુપાયેલા લશ્કર એ તોયબાના આતંકવાદીઓએ આખા મુંબઈગરોના જીવ અધ્ધર કરી દીધા છે.

નરીમન હાઉસમાં સેનાનું અંતિમ ઓપરેશન ચાલી રહ્યુ છે. અત્યાર સુધી નરિમન હાઉસમાંથી 10 બંધકોને છોડાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજી બે પરિવારો હજી આતંકવાદીઓના બંધનમાં છે.

જેમાં એક ગુજરાતી પરિવાર હોવાનો અનુમાન સેના દ્વારા લગાવવામા આવ્યુ છે. જ્યારે બીજુ પરિવાર ઈસ્ત્રાઈલી છે. સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા નરીમન હાઉસમાં ઘુસી ગયા છે આતંકવાદીઓ ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે. હવે સેનાના જવાનોનો એક જ ધ્યેય છે કે આતંકવાદીઓને જીવતા કે મરેલા પકડવા, અને બંઘકોને છોડાવવા.