રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 28 નવેમ્બર 2008 (09:25 IST)

બારીમાંથી ફરકાયો સફેદ રૂમાલ

નરીમન હાઉસમાં સેના દ્વારા છેલ્લુ ઓપરેશન ચાલી રહ્યુ છે. સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા નરીમન હાઉસમાં પ્રવેશી ચૂક્યા છે. જોકે બે પરિવાર આંતકાદીઓના બંધનમાં છે, એટલે સેના દરેક પગલુ સાવચેતીથી ભરી રહી છે.

સેનાએ નરીમન હાઉસનએ ચારે તરફથી ઘેરી લીધુ છે. એ જ દરમિયાન હાઉસની એક બારીમાંથી સફેદ રૂમાલ ફરકાયો હતો. પરંતુ સેનાનું કહેવુ છે કે આ રૂમાલ આતંકવાદીઓ દ્વારા જ ફરકાવવામાં આવ્યો હશે તે માનવુ જરૂરી નથી.

તેમા ફાસાયેલા પરિવારોમાંથી કોઈએ એ રૂમાલ ફરકાવ્યો હોય તેનું પણ બની શકે. સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા નરીમન હાઉસમાં ઘુસી ગયા છે. આતંકવાદીઓ ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે. હવે સેનાના જવાનોનો એક જ ધ્યેય છે કે આતંકવાદીઓને જીવતા કે મરેલા પકડવા, અને બંઘકોને છોડાવવા.