શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વેબ દુનિયા|

મુંબઇ બ્લાસ્ટની ધમકી અપાઇ હતી !

ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા અમદાવાદ, દિલ્હી બ્લાસ્ટ બાદ હવે પછી તેનું ટારગેટ મુંબઇ હોવાની અગાઉ ઇમેલ દ્વારા ધમકી પણ અપાઇ હતી.

અમદાવાદ તથા દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરી દહેશત ફેલાવ્યા બાદ ઇન્ડિયન મુઝાહિદ્દીનને એક ઇમેલ દ્વારા હવે પછી તેનું ટારગેટ મુંબઇ હોવાનો ઇશારો કર્યો હતો.

ગણેશોત્સવ દરમિયાન અપાયેલી આ ધમકીમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, મુંબઇ એટીએસ દ્વારા અંસારનગર, અંધેરી, મોગરાપાડામાં રેડ કરી તેમના માણસોને હેરાન કર્યા હતા. જેનો બદલો લેવા વળતો પ્રહાર કરવામાં આવશે જે માટે મુંબઇગરાઓને તૈયાર રહેવા પણ કહેવાયું હતું.

આ ધમકીમાં મુંબઇ એટીએસ, તેના સંચાલકો, વિલાસરાવ દેશમુખ, આર.આર.પાટીલ સહિતને તેમના દુશ્મન તરીકે ગણાવી તેમની તરફ પણ ટારગેટ હોવાનો ઇશારો કર્યો હતો.