રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ટારગેટ મુંબઇ
Written By વાર્તા|
Last Modified: મુંબઇ , ગુરુવાર, 27 નવેમ્બર 2008 (18:53 IST)

મુઝાહિદ્દીનને મુક્ત કરી દેવા માંગ

મુબઇની ઓબેરોય હોટેલમાં છુપાયેલા એક ત્રાસવાદીએ આજે એક સમાચાર ચેનલ સાથે સવારે વાત કરી હતી અને કહ્યું હતું કે, 7 હુમલાખોરોએ લક્ઝરી હોટલની અંદર મોટી સંખ્યામાં લોકોને બાનમાં પકડી લીધા છે.

પોતાને શાહાદુલ્લા તરીકે ઓળખાવીને આ શખ્સે કહ્યું હતું કે, હોટલ ઓબેરોયની અંદર અમે સાત લોકો છીએ. મોટી યાત્રામાં હથિયારો છે. ભારતમાં પકડી રાખવામાં આવેલા તમામ મુઝાહુદ્દીનોને છોડી મુકવામાં આવે તેવી અમારી માંગ છે. આ લોકોને છોડી મુક્યા બાદ જ અમે તમારા લોકોને મુક્ત કરીશું.