ગુરૂ નાનકદેવના દસ મુખ્ય સિદ્ધાંત

W.DW.D

ગુરૂ નાનકદેવે તેમના અનુયાયીઓને જીવનના 10 મુખ્ય સિદ્ધાંતો આપ્યાં હતાં. જે સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે.

1.) ઇશ્વર એક જ છે.

2.) હંમેશા એક જ ઇશ્વરની ઉપાસના કરો.

3.) જગતનો કર્તા બધી જગ્યાએ અને બધાં પ્રાણીઓમાં રહેલો છે.

4.) સર્વ શક્તિમાન ઇશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિને કોઇનો પણ ભય રહેતો નથી!

5.) ઇમાનદારીથી મહેનત કરીને પેટ ભરવું જોઇએ.

6.) ખોટું કામ કરવાનું ક્યારેય પણ વિચારશો નહી અને બીજાં લોકોને હેરાન પણ ન કરશો.

7.) હંમેશા ખુશ રહેવું જોઈએ. ઇશ્વર પાસે હંમેશા આપણે ક્ષમાશીલતા માગવી જોઇએ.

8.) મહેનત અને ઇમાનદારીથી કમાઇને તેમાંથી જરૂરીયાતમંદને પણ મદદ કરવી જોઈએ.

9.) દરેક સ્ત્રી-પુરૂષ સમાન છે.

વેબ દુનિયા|
10.) ભોજન શરીરેને જીવતું રાખવા માટે જરૂરી છે પણ લોભ-લાલચ અને સંગ્રહવૃત્તિ ખરાબ છે.


આ પણ વાંચો :