શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 17 મે 2017 (16:06 IST)

Viral Video: પપ્પા મને કેંસર છે.. પ્લીઝ મારી સારવાર કરાવી દો.. કઠોર પિતા માન્યા નહી અને બાળકીનુ મોત

થોડા દિવસ પહેલા સેલ્ફી વીડિયો દ્વારા પોતાના પિતાને સારવાર પર પૈસા ખર્ચ કરવાની વિનંતી કરનારી કેંસર પીડિતાનુ મોત થઈ ગયુ છે. આરોપ છે કે પિતાએ પુત્રીની સારવાર ન કરાવી. આ જ કારણે તેનુ મોત થઈ ગયુ. વિજયવાડાની આ બાળકીનુ મોત પછી તેની સેલ્ફી વાયરલ થઈ રહી છે.  વીડિયોમાં બાળકી રડતા પોતાના પિતાને કહી રહી છે કે તેની સારવાર કરાવે. તે મરવા નથી માંગતી.   ત્યારબાદ પણ પિતાનુ દિલ પીગળ્યુ નહી અને ઈલાજના અભાવમાં બાળકીએ દમ તોડ્યો.  તેણે ખૂબ જ માર્મિક રીતે પોતાની વાત પિતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ બાળકીનુ નામ સાઈ શ્રી, હતુ. 
 
વીડિયોમાં સાઈ શ્રી,  કહી રહી છે પિતા તમે કહ્યુ કે તમારી પાસે પૈસા નથી પણ આપણી પાસે આ ઘર તો છે. તો આ ઘર વેચી દો અને મારી સારવાર માટે પૈસા આપી દો. ડોક્ટરનું કહેવુ છે કે જો સારવાર ન થઈ તો હુ વધુ સમય સુધી જીવતી નહી રહી શકુ.  પ્લીઝ કશુ કરો અને મને બચાવી લો. હુ સ્કુલ જવા માંગુ છુ. 
 
સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ મુજબ સાઈ શ્રી, ના માતા પિતા વચ્ચે સારા સંબંધ નથી. થોડા વર્ષ પહેલા પિતાએ સાઈ શ્રી,  અને તેની માને ઘરમાંથી બહાર કરી હતી. સાઈ શ્રી, ની મા જેમ તેમ તેનો અને પોતાનો ખાવાની વ્યવસ્થા કરી રહી હતી. આ દરમિયાન સાઈ શ્રી, ને કેંસર હોવાની વાત જાણ થતા તેની મા ખૂબ જ ગભરાઈ ગઈ. ડોક્ટરોએ સારવાર માટે પુષ્કળ પૈસા ખર્ચ થવાની વાત કરી. છેવટે સાઈ શ્રી, એ મોબાઈલથી સેલ્ફી વીડિયો બનાવીને પોતાના પિતાને સારવાર માટે પૈસા એકત્ર કરવાની વિનંતી કરી પણ પિતાનુ દિલ પીઘળ્યુ નહી. 
 
રવિવારે બાળકીનુ મોત થઈ ગયુ. જ્યારે આ વીડિયો એક એનજીઓએ જોયો તો તેઓ ફરિયાદ લઈને રાજ્ય માનવાધિકાર આયોગ ગયા. એનજીઓને આરોપ લગાવ્યો કે પિતાએ પૈસા હોવા છતા પુત્રીની સારવાર ન કરાવી. એવુ કહેવાય રહ્યુ છે કે તેના પિતા કથિત રૂપે તેલુગુ દેશમ પાર્ટીના ધારાસંભ્ય બોંડા ઉમામાશેવારા રાવની મદદથી ગુંડાઓને આ મુદ્દાનો નિપટારો કરવા માટે મોકલ્યા. એનજીઓનુ કહેવુ છે કે પોલીસે ગુંડાઓ વિરુદ્ધ કેસ નોંધવાની પણ ના પાડી દીધી છે.