સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 15 જૂન 2021 (12:46 IST)

80 કરોડ લોકોને નવેમ્બર સુધી મળશે મફત અનાજ, નવા નિયમો મુજબ ભરવુ પડશે નેશનલ ફુડ સિક્યોરિટી ફોર્મ

સરકારે  આ દરમિયાન તેમણે ગરીબ લોકો માટે મોટી જાહેરાત કરી અને કહ્યું કે દેશના 80 કરોડ ગરીબ લોકોને હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નવેમ્બર સુધી મફત અનાજ આપવામાં આવશે.  દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કર્યા બાદ હવે ગરીબ લોકો પાસે નેશનલ ફૂડ સિક્યોરિટી હેઠળ ફોર્મ ભરાવવાનું ચાલુ કરી દેવામાં આવતા સરકાર તરફથી મફત અનાજ મળશે કે નહિ તે અંગે અનિશ્ચિતતા વધી ગઈ છે. 80 કરોડ લોકોને મળે તો દેશમાં 80 કરોડ લોકો બીપીએલ કેટેગરી હેઠળ છે કે કેમ તેવો પણ એક સવાલ ઊઠી રહ્યો છે. 
 
કેન્દ્ર સરકારે 20 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી તે પછી ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ ફ્રોર્મ ભરાવવામાં આવી રહ્યા છે કારણ કે ગરીબી રેખા હેઠળના લોકોની નવી યાદી તૈયાર કરવાનો ઈરાદો છે , આ ફોર્મ ભરાવવા માટે લાગતી લાઈનમાં કોરોનાકાળમાં જરૂરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવતું નથી,  નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ કરવામાં આવતી જોગવાઈ મુજબ એક લાખ રૂપિયાથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લોકો મફત અનાજ મેળવવાના પાત્ર છે.  બીજી બાજુ  અનાજ માટે નક્કી કરવામાં આવેલા નિયમો પ્રમાણેજેમના ઘરે પંખો  પણ ન હૌય તેવા લોકોને જ મફતમાં અનાજ મળી શકે તેવી વ્યવસ્થા છે, તેમ જ જેમના ઘર પાકા ધાબાવાળા ન હોય તેમને જ મફત અનાજ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે . 
 
રેશનિંગની દુકાનના માલિકોના એશોસિએશન પ્રમ્યુખ પ્રહલાદ મોદીનું કહેવું છે કેં ઉપર જણાવેલા નિયમો  પ્રમાણે જ મફત અનાજ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવે તો  80 થી 90 ટકા લોકો બીપીએલની કેટેગરીમાંથી બહાર થઈ જાય. તેવા સંજોગોમાં શહેરી વિસ્તારમાં 50 ટકા અને ગ્રામીણ વિસ્તારના 65 ટકા લોકોને ગરીબની કેટેગરીમાં ગણી લૈવામાં આવે તેવી શક્યતા છે . ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 ની હેઠળ કરવામાં આવેલી ગણતરી મુજબ ગુજરાતમાં 1.18 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યોરીટી હેઠળ મફત અનાજ મેળવવાને પાત્ર બનતી સંખ્યા હવે ઘટીને આ વર્ષે 76 લાખની થઈ ગઈ છે