10મા ધોરણનો વિદ્યાર્થી છોકરીના ગેટઅપમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવતો હતો... માતાએ ઠપકો આપતા સુસાઈડ કર્યુ
બિહારના બેગુસરાઈ જિલ્લામાં ધોરણ 10ના વિદ્યાર્થીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે માતા દ્વારા ઠપકો આપતા વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હતું. સાથે જ આ ઘટના બાદ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાપુર ગામમાં બની હતી. મૃતકની ઓળખ દરિયાપુર ગામના રહેવાસી શંભુ પંડિતના પુત્ર અંકિત કુમાર (17) તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થી છોકરીના ગેટઅપમાં રીલ બનાવતો હતો અને તેને ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પર અપલોડ કરતો હતો.
તે 'રાની' નામના એકાઉન્ટ સાથે છોકરી તરીકે પોઝ આપતા રીલ્સ બનાવતો હતો. તેની માતાને આ વાત પસંદ ન હતી. તે તેના પુત્રને રીલ બનાવતા અટકાવતી હતી. શનિવારે જ્યારે વિદ્યાર્થીની માતાએ તેને રીલ બનાવતા અટકાવ્યો અને ઠપકો આપ્યો તો તેણે પોતાના રૂમમાં બંધ કરીને ફાંસી લગાવી લીધી. આ પછી, આ માહિતી નયાગાંવ પોલીસ સ્ટેશનને આપવામાં આવી.