ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2024 (18:24 IST)

Abhradeep Saha Passed Away: જાણીતા યૂટ્યુબરનુ મોત, એંગ્રી રૈટમૈનના નિધન પર લોકો સોશિયલ મીડિયા પર આપી રહ્યા શ્રદ્ધાંજલિ

abradeep
abradeep
Abhradeep Saha Passed Away: ફેમસ યુટ્યુબર અભ્રદીપ સાહાના ફેન્સ તેમના મૃત્યુથી શોકમાં છે. તેઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
 
16 એપ્રિલે થવાની હતી ઓપન હાર્ટ સર્જરી 
ટ્વિટર એટલે કે એક્સ પર લોકો તેમને તસ્વીરો શેયર કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનુ નામ એંગ્રી રૈટમૈન તરીકે ઓળખવામાં આવતા હતા. 16 એપ્રિલના રોજ મિત્ર યુટ્યુબર નિયોન મૈન શોર્ટ્સ એ જણાવ્યુ હતુ કે તેમની ઓપન હાર્ટ સર્જરી થવાની હતી. 

 
 ત્યારપછી કોઈ અપડેટ આવ્યું ન હતું અને આજે આ દુઃખદ સમાચાર આવ્યા. સાહાનો છેલ્લો વીડિયો તેની યુટ્યુબ ચેનલ 'એંગ્રી રેન્ટમેન' પર 8 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સાહા ફિલ્મ 'શૈતાન'ની સમીક્ષા કરતા જોવા મળે છે.
 
તમને જણાવી દઈએ કે અભ્રદીપ સાહાએ ઓગસ્ટ 2017માં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. તેનો પહેલો વિડિયો Why I Will Not Watch Annabelle Movie પર હતો. તેમની યુટ્યુબ ચેનલના 4.81 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
 
જો કે આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમના નિધન અંગે તેમના પરિવાર તરફથી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી. પરંતુ RIP Angry Rant Man Shaha સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.