ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 5 નવેમ્બર 2023 (15:01 IST)

અમદાવાદ:ચોકીદારોનો લૂંટ બાદ ગેંગરેપ, 19 વર્ષીય નોકરાણી યુવતી પર દુષ્કર્મ

અમદાવાદમાં લૂંટના ઈરાદે આવેલી ટોળકીએ ગેંગરેપ કર્યા કેસમાં પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે.  ફ્લેટમાં રહેતી બે મહિલાઓના ઘરમાં ઘૂસીને પાંચ લોકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો અને દુષ્કર્મ ગુજારી હોવાની ઘટના સામે આવી છે.
 
અમદાવાદ શીલજના એક ફ્લેટમાં રહેતી મહિલાના ઘરમાં પાંચ સિક્યુરીટી ગાર્ડ ઘૂસી ગયા હતા. આ તમામ ચોકીદારોએ હથિયાર બતાવીને લૂંટ ચલાવી મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહીં, મહિલાના ઘરમાં રહેતી 19 વર્ષીય નોકરાણી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. 
 
મકાન માલકિન ગેંગરેપથી બચી પણ 19 વર્ષની નોકરાણી
શીલજમાં રહેતી 41 વર્ષીય મહિલા જમીન લે-વેચનું કામ કરે છે. ગુરુવારે રાત્રે ફ્લેટમાં અચાનક વીજળી જતી રહી હોવાથી મહિલા લાઈટ કેમ બંધ થઈ તે ચેક કરવા મકાનની બહાર નીકળી હતી. તે સમયે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા પાંચ યુવક મહિલાને ધક્કો મારીને ઘરમાં લાવ્યા હતા. બાદમાં મહિલાના મોઢે ટેપ મારી હથિયાર બતાવીને મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો
 
અમૃતપાલસિંગ ઉર્ફે ગોલ્ડી (ઉ.વ.34), મનજિતસિંગ ઉર્ફે અજય શીખ (ઉ.વ.25), રાહુલ સિંગ કોસાવા કાચી (ઉ.વ.23), હરિઓમ ઉર્ફે લાલજી ઠાકુર (ઉ.વ.18) અને સુખવિંદરસિંગ ઉર્ફે આકાશ શીખ (ઉ.વ.23)ને ઝડપી શીલજમાં ગેંગ રેપ કરીને લૂંટને અંજામ આપ્યો હતો.