શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (18:46 IST)

અમદાવાદમાં એક્ટિવા પર જતી બે યુવતીઓને દારૂડિયાએ છુટી બોટલ મારી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

અમદાવાદ શહેરમાં નશામાં ધૂત યુવકે એક્ટિવા પર જતી બે બહેનોને માર મારતાં એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી ગતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતી બે બહેનો એક્ટિવા લઈને સોસાયટીની નજીક પહોંચી હતી તે વખતે એક નશામાં ઘૂત યુવક રોડની વચ્ચોવચ ચાલી રહ્યો હતો. જેથી એક્ટિવા ચાલક યુવતીએ હોર્ન વગાડતાં તે ઉશ્કેરાયો હતો અને તેને છુટ્ટી બોટલ મારી હતી. આ બોટલ એક્ટિવા પાછળ બેઠેલી નાની બહેનના માથામાં વાગી હતી.

ત્યાર બાદ આરોપીએ બંને બહેનોને ઢોર માર માર્યો હતો. જ્યારે બોટલ વાગતાં ઈજાગ્રસ્ત થયેલી બહેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં ઈજાગ્રસ્ત બહેનને હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રખાઈ છે. આ મામલે મોટી બહેને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી યુવકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.