રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (11:52 IST)

World Cup 2023 - વર્લ્ડ કપની મેચ જોવા મેટ્રો ટ્રેનમાં જવાના હોય તો ધ્યાન આપો,, ટાઈમ બદલાયો અને ટિકીટનો ચાર્જ વધ્યો

metro train ahemdabad


World Cup 2023 Narendra Modi Stadium, Ahmedabad- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જે તારીખે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાશે તે દિવસે મેટ્રો ટ્રેન સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ  સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાનાર તા. 05/10/23, તા. 14/10/23, તા. 04/11/23, તા. 10/11/23, તા. 19/11/23 ના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે.

મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે ₹ 50 નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે, તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની અખબારી યાદીમાં જણાવાયું છે.