બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (12:43 IST)

Politics with Cricket - ભાજપના નેતાઓને અમદાવાદમાં વર્લ્ડ કપની મેચમાં 40 હજાર મહિલા એકત્ર કરવા ટાર્ગેટ અપાયો

The first match of the World Cup - અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 5 ઓક્ટોબરે રમાનારી પ્રથમ ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડની મેચમાં શહેરભરમાંથી 40 હજારથી વધુ મહિલાઓને મેચ જોવા માટે સ્ટેડિયમ ખાતે લઈ જવામાં આવશે. વિધાનસભા બૂથ મુજબ 15 અને વોર્ડ મુજબ 800 જેટલી મહિલા એમ કુલ 40 હજારથી વધુ મહિલાઓને વર્લ્ડ કપની પ્રથમ મેચમાં હાજરી આપશે. મહિલાઓએ સ્ટેડિયમ સુધી જાતે જવા માટે પણ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

વોર્ડ મુજબ ભાજપ દ્વારા યાદી મગાવવામાં આવી હતી. દરેક મહિલાઓએ તેમના નામ-એડ્રેસ અને મોબાઈલ નંબર વોર્ડના મહામંત્રીને મોકલવાની સૂચના આપવામાં આવી હતી, જેના આધારે દરેક મહિલાને મેચના પાસ સાથે ચા-નાસ્તા અને ફૂડ પેકેટના ટોકન પણ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપની અમદાવાદમાં કુલ 5 મેચ રમાનારી છે. જેમાં ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ, ભારત-પાકિસ્તાન સહિતની મેચોની ઓનલાઈન ટિકિટ ગત મહિને જાહેર કરવામાં આવી હતી જેમાં તમામ ઓનલાઈન ટિકિટો સોલ્ડ આઉટ જાહેર કરવામાં આવી હતી. આ પછી પ્રથમ મેચ જોવા માટે દરેક વોર્ડના ભાજપના મહામંત્રી દ્વારા વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યા હતા અને બે દિવસમાં મહિલાઓની નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. 4 ઓક્ટોબરના રોજ ઓપનિંગ સેરેમની યોજાશે. ભાજપ દ્વારા જારી કરવામાં આવેલા મેસેજમાં પાસ ફક્ત ‘બહેનો’ માટે હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. પાસની સાથે ચા માટે બે ટોકન, નાસ્તા માટે એક અને ફૂડ પેકેટ માટે 1 ટોકન મળશે એમ જણાવાયું છે. દરેક બહેનોના નામ. એડ્રેસ, મોબાઇલ નંબર પણ વૉટ્સએપ કરવાની સૂચના અપાઈ છે.