રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 4 ઑક્ટોબર 2023 (11:31 IST)

ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટ વેચવાની જાહેરાત કરી છેતરપિંડી

india pakistan
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ યોજાવવાની છે. આ હાઇપ્રોફાઇલ મેચને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ફક્ત અમદાવાદ કે ગુજરાત નહીં પરંતુ દેશ – વિદેશ માંથી પણ લોકો આ મેચ જોવા માટે ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે.
 
 આવા તત્વો સોશિયલ મીડિયા પર ટિકિટના ફોટા પોસ્ટ કરીને ટિકિટ વેચવાની જાહેરાત કરી રહ્યા છે. ત્યારબાદ એડવાન્સ પૈસા લઇને ટિકિટ નહીં આપીને લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે.
 
વિદ્યાર્થીઓ ઈન્સ્ટાગ્રામ પર ભારત vs પાકિસ્તાનની ટિકિટ ખરીદી કરવા ગયા અને છેતરાયા. હવે ખોટા આઈડી, ઇ-મેઇલ અને ટિકિટ દ્વારા લોકો પાસેથી પૈસા પડાવવાનો નવો કિમિયો જોવા સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. માં રીલ જોતા હતા. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચની ઓનલાઈન ટિકિટ ખરીદવા માટેની જાહેરાત આવી હતી