સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (09:17 IST)

અંબાજીમાં મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરીને અક્ષયપાત્રને પ્રસાદ બનાવવાની કામગીરી સોંપાઈ

Now Mohanthal Prasad contract handed over to Touch Stone Foundation
Now Mohanthal Prasad contract handed over to Touch Stone Foundation
 
અંબાજીમાં યાત્રાળુઓને માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ વિતરણ કરવામાં આવે છે. મોહનથાળ પ્રસાદની સંતોષકારક અને સુચારુ ચાલનને ધ્યાને રાખી સરકારે હંગામી ધોરણે મોહની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી પરંતુ ભેળસેળ ઘી મામલે તેને બ્લેક લિસ્ટ કરાઈ છે. હવે મહોનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવામાં આવ્યો છે.

પાપ્ત માહિતી મુજબ અગાઉ વર્ષ 2012થી 2017 સુધી શ્રી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. જે ટચ ફાઉન્ડેશન અક્ષયપાત્રનો જ એક ભાગ છે. મંદિર ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું કે,  મોહનથાળની ગુણવત્તા અને પલબ્ધતા જળવાઈ રહે તે વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી હોઈ ટચ સ્ટોન ફાઉન્ડેશનની દરખાસ્ત અન્વયે મંદિર ટ્રસ્ટ ધ્વારા સરકારમાં આ કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવા 29 સપ્ટેમ્બરે 2023ના પત્રથી ભલામણ કરી હતી.