સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (16:09 IST)

પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અંબાજી જતાં પદયાત્રીનું મૃત્યુ નિપજ્યું

અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં છેલ્લા 5 દિવસમાં 30,47,032 ભક્તોએ માતાજીના દર્શન કર્યાં છે. પાંચમાં દિવસે 10 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. હજુ પણ દૂર-દૂરથી પગપાળા સંઘ માં અંબેના દર્શન માટે પહોંચી રહ્યા છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તાઓ ગુંજી રહ્યા છે. આ વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા પદયાત્રીનું મૃત્યુ નિપજ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ડીસા હાઇવે પર ચંડીસર નજીક અજાણ્યા વાહનચાલકે અંબાજી માં અંબાના દર્શને જઈ રહેલા પદયાત્રીને ટક્કર મારી હતી. પદયાત્રીને ટક્કર માર્યા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. તો આ અકસ્માતમાં પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે પદયાત્રીઓ અને રાહદારીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ચંડીસર મોકલવામાં આવ્યો હતો. તો બીજી બાજુ પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે