શનિવાર, 9 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (16:02 IST)

શામળાજીમાં આવતીકાલે ભાદરવી પૂનમનો મેળો, આ જાણી લેજો, નહીં તો થશે ધરમધક્કો

shamdaji
યાત્રાધામ શામળાજીમાં ભાદરવી પૂનમના મેળામાં જવાનું વિચારી રહ્યા છો. આ સમાચાર તમારા માટે મહત્વના સામે આવ્યા છે. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં ભાદરવા સુદ પૂનમ તા.29-09-2023ને ગુરુવારના દિવસે ઠાકોરજીના દર્શનનો સમયમાં ફેરફાર કરાયો છે. જે મુજબ આવતીકાલે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલી જશે અને મંદિર રાત્રે 8.30 કલાકે બંધ થશે. આવતીકાલે સવારે વહેલી સવારે 5 કલાકે મંદિરના દ્વાર ખુલ્યા બાદ સવારે 5.45 કલાકે મંગળા આરતી કરવામાં આવશે.

શામળાજી મંદિરે 8.30 કલાકે શણગાર આરતી યોજાશે. જે બાદ બપોરે 12.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. જે બાદ મંદિર 2.15 કલાકે દ્વાર ખોલવામાં આવશે. ઠાકોરજીની સાંજે 7 કલાકે સંધ્યા આરતી અને 8.15 કલાકે શયન આરતી યોજાશે. જે બાદ રાત્રે 8.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે ભાદરવી પૂનમના મેળાને લઇ મંદિરમાં ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.