જમ્મુ -કાશ્મીર: પટનીટોપ પાસે સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત, બે પાયલોટ ઘાયલ

plane crash
Last Updated: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (15:05 IST)
જમ્મુ -કાશ્મીરના પટનીટોપ વિસ્તારમાં મોટી દુર્ઘટના થઈ છે. નાગ દેવતા મંદિરની ઉપર શિવગઢના જંગલમાં મંગળવારે સવારે હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. સમાચાર મળતાની સાથે જ એમ્બ્યુલન્સ અને ફાયર સર્વિસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
દુર્ઘટનાગ્રસ્ત હેલીકોપ્ટર સેનાનું હોવાનું બતાવાય રહ્યું છે. ઘટનાનું કારણ આ વિસ્તારમાં ભારે વરસાદ અને ધુમ્મસ હોવાનું કહેવાય રહ્યુ છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઘટનામાં થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ ઘાયલ થયેલા પાયલોટમાંથી એકને ગંભીર ઈજા થઈ છે અને તેની હાલત ગંભીર છે. આ દરમિયાન, ઘટનાસ્થળે પહોંચેલી સેનાની ટીમ હેલિકોપ્ટરનો કાટમાળ એકત્ર કરવામાં વ્યસ્ત છે. હેલીકોપ્ટર ક્રેશ થયુ કે તેનુ તત્કાલ લૈંડિંગ થયુ તે હજુ સ્પષ્ટ નથી.


હેલિકોપ્ટર ક્રેશ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘાયલ પાયલોટ અને સહ-પાયલોટને હેલિકોપ્ટરમાંથી બહાર કાઢ્યા. આ દરમિયાન સેનાની બચાવ ટુકડીઓ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બંને ઘાયલોને ઉધમપુર કમાન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ પણ વાંચો :