શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (10:44 IST)

ખાલી બેસેલો મુસલમાન બાળકો જ પેદા કરશે - આઝમ ખાન

પોતાના નિવેદનોને લઈને મોટાભાગે ચર્ચામાં રહેનારા આઝમ ખાન એકવાર ફરી એક આપત્તિજનક નિવેદનને લઈને ચર્ચામાં આવી ગયા છે. શુક્રવારે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને કારણે ઈલાહાબાદમાં એક રેલી કરી રહ્યા હતા. આ રેલીમાં જ તેમણે એક એવુ નિવેદન આપી દીધુ જેને એક વર્ગ વિશેષની ભાવનાઓ દુભાવી. પોતાની રેલી દરમિયાન આઝમ ખાન બોલી પડ્યા કે મુસલમાન વધુ બાળકો એ માટે પેદા કરે છે કારણ કે તેની પાસે કરવા માટે કોઈ કામ નથી. 
 
ઉલ્લેખનીય છે કે આઝમ ખાન રોજગારની કમી પર પોતાની વાત કરી રહ્યા હતા અને બોલ્યા - બાદશાહ(મોદી) જો કરવા માટે કોઈ કામ આપે તો મુસલમાન ઓછા બાળકો પેદા કરશે. તે બોલ્યા - આપણે ત્યા વસ્તી વધુ હોય છે અને કામ ઓછુ. આ જ કારણ છે કે વધુ બાળકોનો જન્મ થાય છે. તે બોલ્યા જો મુસલમાન ખાલી બેસશે તો બાળકો જ પેદા કરશે. પોતાની વાતને આગળ વધારતા આઝમ ખાને કહ્યુ કે હિંદુ વધુ બાળકો પેદા નથી કરતા કારણ કે તેમની પાસે રોજગાર છે અને તેઓ કામ કરે છે. 
 
પોતાની આ રેલીમાં તેમણે પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યુ કે પ્રધાનમંત્રીએ પોતાના 2 વર્ષના સમય દરમિયા 80 કરોડ રૂપિયાના કપડા પહેર્યા છે. તેમણે કહ્યુ કે તેઓ ખુદને ફકીર કહે છે પણ ફકીર આટલા મોંઘા કપડા પહેરતા નથી. તે બોલ્યા કે જે દેશનો પ્રધાનમંત્રી આટલા મોંઘા કપડા પહેરશે તે હિન્દુસ્તાન કેવુ હશે.  તેમણે ભાજપા અધ્યક્ષ અમિત શાહના 15 લાખ વાળા નિવેદનનો હુમલો બતાવતા નિશાના સાધતા કહ્યુ - બાદશાહએ લોકોને એક હસીન ખ્વાબ બતાવ્યુ. લફ્ફાજી કરી અને મોટા માથાવાળો (ભાજપા અધ્યક્ષ અમિત શાહ) એ કહ્યુ કે રાજાએ મજાક કરી હતી. લોકોને વોટની અપીલ કરતા આઝમ ખાને કહ્યુ આ વખતે અમને વોટ આપો અમે 15ના સ્થાન પર 25-25 લાખ રૂપિયા આપીશુ.