સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 મે 2024 (16:30 IST)

બાંગ્લાદેશના સાંસદની ભારતમાં હત્યા

anwarul azim anar
બાંગ્લાદેશની સત્તાધારી પાર્ટીના સાંસદ અનવારુલ અઝીમ 18 મેના રોજ ગુમ થયા હતા. બુધવારે કોલકાતામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને ઢાકામાં જણાવ્યું હતું કે કોલકાતામાં સાંસદની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશ પોલીસે આ સંબંધમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે
 
અજીમ બાંગ્લાદેશી અવામી લીગના સભ્ય હતા. તેઓ ત્રણ વખતના સાંસદ છે. અજીમ ખુલના ડિવિઝનના મધુગંજના રહેવાસી હતી. તેઓ એક બિઝનેસમેન અને ખેડૂત પણ હતા. તેઓ ઝેનાઈદાહના સાંસદ હતા
 
અઝીમ બાંગ્લાદેશ અવામી લીગમાંથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેનું મોત કેવી રીતે થયું અને તેની પાછળ કઈ ગેંગનો હાથ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.