બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (16:01 IST)

સિક્કિમમાં મોટી દુર્ઘટના- સિક્કિમમાં જેમામાં એક રોડ દુર્ઘટનામાં સેનાના 16 જવાનો શહીદ

સિક્કિમમ- સિક્કિમના જેમામાં એક રોડ દુર્ઘટનામાં સેનાના 16 જવાન શહીદ થઈ ગયા છે. એક તીખા મોડથી પસાર થતા સેનાનુ ટ્રક ગાઢ ખીણમાં પડી ગયુ. જેના કારણે આ દુર્ઘટના થઈ. સેનાની તરફથી રજૂ આ નિવેદનમાં કહ્યુ છે કે શુક્રવારે ઉત્તર સિક્કિમના જેમામાં આ ઘટના થઈ. દુખસ રોડ દુર્ઘટનામાં 16 જવાન શહીદ થયા છે. 
 
સિક્કિમમાં મોટી રોડ દુર્ઘટના થઈ. ગેમા જવાના રસ્તે વળાંક પર ઢોળાવને કારણે એક વાહનના ચાલકે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને વાહન નીચે ખાડામાં ખાબક્યું હતું. સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના ઉત્તર સિક્કિમના ગેમા વિસ્તારમાં બની હતી.