સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 જુલાઈ 2023 (16:28 IST)

બિહાર: પટનામાં પોલીસ લાઠીચાર્જમાં BJP નેતાનું મોત

bjp leader dies in police lathicharge
પટનામાં પોલીસ લાઠીચાર્જમાં BJP નેતાનું મોત - બિહાર  શિક્ષકોની નિમણૂક માટે પ્રદર્શના કરી રહ્યા  ભાજપના કાર્યકરો પર ભારે  પોલીસ લાઠીચાર્જ દરમિયાન ભાજપના એક નેતાનું મોત થયું છે.
 
પટના પોલીસે ભાજપના કાર્યકરો પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. આ ક્રમમાં ભાજપના એક કાર્યકરનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક વિજય કુમાર સિંહ જહાનાબાદના જિલ્લા મહાસચિવ હતા.
પોલીસના લાઠીચાર્જમાં ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ થયા હતા. દરમિયાન ભાજપના નેતાઓનું કહેવું છે કે પોલીસે પટનામાં ડાકબંગલા ચોક પર બળપ્રયોગ કર્યો હતો. જહાનાબાદ શહેરમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપના મહાસચિવ વિજય કુમાર સિંહનું મોત થયું છે.