સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (09:03 IST)

Bihar News- 30 કિમી સુધી જે દેખાયું એના પર ફાયરિંગ, એક મોત થઈ અને 10 લોકો ઈજાગ્રસ્ત

બેગૂસરાયઃ બિહારના બેગૂસરાયમાં એક કલાક સુધી નેશનલ હાઈવે પર 30 કિલોમીટર સુધી અંધાધુંધ ફાયરિંગ કર્યું જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.


મંગળવારની સાંજે 4થી 5 કલાક વચ્ચે બેગૂસરાય જિલ્લાના બરૌની થર્મલ ચોક પર ફાયરિંગની શરૂઆત થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે બે બાઇક પર સવાર પાંચ ક્રિમિનલે થર્મલ ચોક પર ત્રણ લોકોને ગોળી મારી અને પછી એનએચથી બીહટ તરફ ભાગ્યા હતા.