1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (12:49 IST)

BSF જવાન તેજ બહાદુરના ફેસબુક પર 6000 ફ્રેંડ્સમાં 17% પાકિસ્તાની

સુરક્ષા કર્મચારીઓને ખરાબ જમવાનુ ખવડાવવાનો આરોપ લગાવનારા બીએસએફ જવાન તેજ બહાદુરના અનેક ફેસબુક એકાઉંટ ગુપ્ત એજંસીઓની નજરમાં છે કારણ કે તેમા પાકિસ્તાનથી તેમના અનેક મિત્રો જોવા મળી રહ્યા છે. 
 
ગૃહ મંત્રાલયના સૂત્રોએ આજે જણાવ્યુ કે યાદવના ફેસબુક એકાઉંટમાં 6000થી વધુ મિત્રોમાં લગભગ 17 ટકા પાકિસ્તાનથી છે. સૂત્રોએ જણાવ્યુ કે યાદવના ફેસબુક એકાઉંટને ટંટોળતા જાણ થઈ છે કે પાકિસ્તાનના અનેક રહેવાસી તેમના મિત્રોની યાદીમાં સામેલ છે. યાદવે ફેસબુક પર જ ખરાબ જમવાનુ અંગેની વીડિયો ક્લિપ નાખી હતી. 
 
સૂત્રો મુજબ આવા સંપર્કો સાથે તેમના સંવાદની પડતાલ કરવામાં આવી રહી છે. આ જવાનના નામથી સોશિયલ મીડિયા પર અનેક ફેસબુક એકાઉંટ સક્રિય છે અને તેની પ્રમાણિકતાની તપાસ કરવામાં આવી રહી છે. 
 
આ દરમિયાન દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે કેન્દ્રને યાદવની પત્નીને તેને મળવા દેવાની અને બે દિવસ ઉધી એ બેસમાં રહેવાની મંજુરી આપવાનો આદેશ આપ્યો જ્યા તેની હાલ ડ્યુટી છે.