સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 8 એપ્રિલ 2017 (16:49 IST)

PM મોદી અને CM યોગી વચ્ચે આ 10 વાતો છે કોમન, જાણવા માંગશો ?

સંગમ નગરી ઈલાહાબાદમાં રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની શપથ પછી ફરીથી મંચ પર એકસાથે જોવા મળ્યા. અહી યોગી આદિત્યનાથના સીએમ બનવાની સાથે જ તેમના કામકાજને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે.  10 માર્ચના સીએમ પદની શપથ લીધા પછીથી જ તેઓ એક્શનમાં છે અને અત્યાર સુધી રાજ્યને લઈને અનેક મોટા નિર્ણય લઈ ચુક્યા છે. 
 
સોશિયલ મીડિયા પર પણ આવી જ ચર્ચા થઈ રહી છે કે યોગીને વર્કિંગ સ્ટાઈલ પીએમ મોદી સાથે ખૂબ મળતી આવે છે. વાંચો આગામી સ્લાઈડમાં છેવટે મોદી અને યોગી વચ્ચે કંઈ 10 વાતો કોમન છે. 
 
1. નવરાત્ર દરમિયાન પીએમ મોદી પૂરા 9 દિવસ  સુધી ઉપવાસ રાખે છે. આ દરમિયાન તેઓ ફક્ત એક સમય જ ફળ ખાય છે. મા ભગવતીની પૂજા કરે છે અને દિવસમાં એકવાર નીંબૂ પાણી જરૂર પીવે છે. બીજી બાજુ યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પણ 9 દિવસ વ્રત રાખે છે. પૂજા-પાઠ વગેરે કરે છે.  આ દરમિયાન તેઓ દિવસમાં બે વાર ફળ ખાય છે. આ ઉપરાંત તેઓ પાણી અને જ્યુસનુ પણ સેવન કરે છે. 
 
2. પીએમ મોદીની ઈમેજ કટ્ટર હિન્દુવાદી નેતાની માનવામાં આવે છે.  પોતાના ભાષણો દરમિયાન પર તેઓ અનેકવાર જય શ્રી રામના નારા જરૂર લગાવે છે. 
 
3.  પીએમ મોદીના કામના સ્ટાઈલનો દરેક કોઈ ફેન થઈ ગયુ છે.  પછી ભલે તેમા વિપક્ષ જ કેમ ન હોય. અનેકવાર એવી તક આવે છે જ્યારે વિપક્ષી પાર્ટીના નેતાઓને મોદીના વર્કિંગ સ્ટાઈલના વખાણ કર્યા છે.  ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 થી 18 કલાક કામ કરે છે.  યૂપી સીએમ યોગી આદિત્યનાથનો નેચર પણ પોતના કામ પ્રત્યે ખૂબ સીરિયસ છે.  તેથી તેઓ પણ પોતાના કામને વધુ સમય આપે છે. તેમણે પોતાની સાથે સાથે યૂપી સરકારના બધા અધિકારીઓને 18થી 20 કલાક સુધી કામ કરવાનો ઓર્ડર આપ્યો છે. 
 
 
4. મોદી પીએમ બન્યા પછી તેઓ સતત સાફ સફાઈ પર જોર આપતા રહ્યા છે. જેના હેઠળ તેમણે સ્વચ્છ ભારત મિશન પણ લોંચ કર્યુ. બીજી બાજુ યોગીએ પણ જ્યારથી સીએમની ખુરશી સંભાળી ત્યારથી જ બધા અધિકારીઓએન ઓફિસોમાં સફાઈ રાખવાનો આદેશ આપ્યો છે.  પોલીસ મથકમાં પોલીસને અઠવાડિયામાં એક દિવસ જાતે જ સફાઈ કરવાનો આદેશ આપ્યો છે. 
 
5. પ્રધાનમંત્રીના દામન પર અત્યાર સુધી ભ્રષ્ટાચારનો એક પણ દાગ લાગ્યો નથી. યોગી આદિત્યનાથ પર પણ કરપ્શનનો કોઈ આરોપ લાગ્યો નથી. 
 
6. પીએમ મોદી લાંબા સમય સુધી સંઘ સાથે જોડાયેલા રહ્યા. એવુ માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદીને પીએમ પદ પણ સંઘના આશીર્વાદથી જ પ્રાપ્ત થયો. બીજી બાજુ યોગી પણ સંઘના નિકટ રહ્યા છે. એવુ કહેવાય છેકે યૂપીના સીએમના નામ પર મોહર લાગતા પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતતે પીએમ મોદીને ફોન પર યોગીના નામ પર પણ મોહર લગાવવાનુ કહ્યુ હતુ. 
 
7. પીએમ મોદી અત્યાર સુધી કોઈ ચૂંટણી હાર્યા નથી. બીજી બાજુ યોગી આદિત્યનાથ પણ અત્યાર સુધી કોઈ ચૂંટણી હાર્યા નથી. તેઓ ગોરખપુરથી સતત 5 વાર સાંસદ રહી ચુક્યા છે. 
 
8. બંને પાસે પૂંજી પણ લગભગ એક સમાન જ છે. પીએમ મોદીની પાસે સેલ્ફ કેશ 30000 રૂપિયા છે તો બીજી બાજુ યોગી પાસે 29700 રૂપિયા છે. 
 
9. પ્રધાનમંત્રી મોદીની ઉપર કોઈપણ પ્રકારની કોઈ જવાબદારી નથી કે લોન પણ નથી.  કોઈ કૃષિ જમીન પણ  નથી. યોગી આદિત્યનાથ પર પણ કોઈ લાયાબિલિટી નથી કે કોઈ લોન નથી કે કોઈ એગ્રીકલ્ચર લેંડ પણ નથી.