શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (12:15 IST)

PM તમે બિલકુલ ગધેડાની જેમ કામ કરી રહ્યા છો - દિગ્વિજય

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરી એકવાર ફરી પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે. તેમણે કહ્યુ કે દિગ્વિજયે ટ્વીટ કર્યુ કે 'મોદી જી - "હુ દેશ માટે ગધેડાની જેમ કામ કરી રહ્યો છુ.. જી હા તમે મોદી જી ઠીક કહ્યુ તમે બિલકુલ ગધેડાની જેમ કામ કરી રહ્યા છો. 
 
મોદીએ આપ્યો હતો અખિલેશને જવાબ 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા બહરાઈચમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ અખિલેશ યાદવને જવાબ આપતા કહ્યુ હતુ કે ગર્વથી ગધેડા પાસેથી પ્રેરણા લઉં છુ અને દેશ માટે ગધેડાની જેમ કામ કરુ છુ. સવાસો કરોડ દેશવાસી મારા માલિક છે.