શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (12:51 IST)

નોટબંધી - BJP માટે વોટબંદી કે વોટનુ ATM

પીએમ મોદીએ 8 નવેમ્બરના રોજ નોટબંદીના નિર્ણયનુ એલાન કર્યુ હતુ. વિપક્ષે તેને જનતા વિરુદ્ધ નિર્ણય બતાવતા સંસદથી લઈને રસ્તા સુધી ખૂબ હંગામો કર્યો. વિપક્ષને આનાથી  ચૂંટણીમાં ફાયદો મળવાની વાત સતત કહેવામાં આવી પણ તાજેતરમાં ચૂંટણીના પરિણામો તેનાથી ઊલટા દેખાય રહ્યા છે.  નોટબંધી પછી જેટલી પણ નગરનિગમ ચૂંટણી કે પેટાચૂંટણી થઈ છે તેમા બીજેપીએ શાનદાર પ્રદર્શન કર્યુ છે.  આવો જોઈએ કે બીજેપી માટે નોટબંધી હાનિકારક રહી કે પછી વોટનુ એટીએમ સાબિત થઈ. 
 
બીએમસીમાં રેકોર્ડ પ્રદર્શન 
 
મહારાષ્ટ્રમાં થયેલ મહાનગરપાલિકા ચૂંટણીમાં વિપક્ષી દળોને આશા હતી કે નોટબંધીનો માર બીજેપી પર પડશે અને તેમનુ રાજકારણીય નસીબ ખુલશે પણ એવુ ન થયુ અહી સુધી કે બીજેપીથી અલગ ચૂંટણી મેદાનમાં ઉતરેલી શિવસેનાએ નોટબંધીને લઈને બીજેપી વિરુદ્ધ મોરચો ખોલી દીધો. પણ પરિણામ બીજેપી માટે ઉત્સાહિત કરનારુ આવ્યુ. ભલે 84 સીટો સાથે શિવસેના સૌથી મોટી પાર્ટી બની પણ બીજેપીએ અગાઉ 31 સીટોથી વધારીને પોતાની સીટો 82 કરી લીધી. આ સાથે જ પાર્ટીએ મહારાષ્ટ્રના મહાનગર ચૂંટણીમાં નવમાંથી આઠ મુખ્ય નગરપાલિકાઓમાં પણ જીત નોંધાવી છે.  બીજેપીનો દાવો છે કે નોટબંધીથી તેમને નુકશાન નહી પણ ફાયદો જ થયો. 
 
ગુજરાત લોકલ બૉડી ચૂંટણીમાં પરચમ બતાવ્યો 
 
નોટબંધી પછી થયેલ ગુજરાત સ્થાનિક સ્વદેશી ચૂંટણીમાં પણ બીજેપીએ જીતનો પરચમ લહેરાવ્યો. બીજેપીએ કરપ્શનના મુદ્દાને ઉછાળ્યો અને 123માંથી 107 સીટો જીતીને વિપક્ષને કરારો જવાબ આપ્યો. 
 
ચંડીગઢમાં 20 વર્ષ પછી બહુમત 
 
નોટબંધીને લઈને સંસદ અને રસ્તા પર ચાલી રહેલ ધમાસાન વચ્ચે ચંડીગઢ નગર નિંગમ ચૂંટણીમાં પણ બીજેપીની જીતનો સિલસિલો ચાલુ રહ્યો. બીજેપીને 20 વર્ષ પછી બહુમત મળ્યો અને 26માંથી 20 સીટો જીતીને નોટબંધીના વિરોધને બીજેપીએ ધુત્કારેલુ બતાવી દીધુ. 
 
ઓડિશામાં પણ જુદુ જ જોવા મળ્યુ પરિણામ 
 
14 ફેબ્રુઆરીના રોજ ઓડિશામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં બીજેપીના પ્રદર્શનને સૌએ ચોંકાવી દીધા. પહેલા ચરણના ચૂંટણીમાં બીજેપી સત્તારૂઢ બીજૂ જનતા દળ પછી બીજા નંબર પર આવી અને તેને કોંગ્રેસને ત્રીજા નંબર પર ધકેલીને મુખ્ય વિપક્ષી દળનુ સ્થાન લઈ લીધુ. 
 
રાજસ્થાનમાં મળ્યો ફાયદો 
 
નવેમ્બરમાં રાજસ્થાનમાં પણ 24 પંચાયત સમિતિ સીટો માટે પેટાચૂંટણી થઈ અને બીજેપીએ 12 સીટો જીતીને જલવો કાયમ રાખ્યો. 
 
પેટાચૂંટણીમાં પણ ન જોવા મળી અસર 
 
નવેમ્બરમાં નોટબંધી પછી 7 રાજ્યોની 14 સીટો પર પેટાચૂંટણી થઈ હતી. તેમાથી મધ્ય પ્રદેશ, અસમ અને અરુણાચલ પ્રદેશની સીટો પર બીજેપીએ કબજો જમાવ્યો. મધ્ય પ્રદેશમાં શહડોલ લોકસભા સીટ અને નેપાનગર વિધાનસભા સીટ, અરુણાચલમાં હ્યૂલાંગ વિધાનસભ સીટ અને અસમમાં લખીમપુર લોકસભા સીટ અને બૈઠલાંસો વિધાનસભા સીટ પર બીજેપીએ જીત નોંધાવી 
 
જીતના જશ્નને તૈયારીમાં બીજેપી 
 
મહારાષ્ટ્ર મહાનગર પાલિકા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન અને અગાઉ ઓડિશા સ્વદેશી ચૂંટણીમાં પોતાની દમદાર ઉપસ્થિતિ બતાવ્યા પછી બીજેપી આ સફળતનો ઉલ્લાસ ઉજવી રહી છે. આ સફળતાને યૂપીમાં પણ ફાયદો ઉઠાવવાની તૈયારી છે. આ કડીમાં બીજેપીએ એલાન કર્યુ છે કે તે 25 ફેબ્રુઆરીએ વિજય દિવસના રૂપમાં સમગ્ર દેશમાં આ જીતનો ઉત્સવ મનાવશે.  જેના હેઠળ 25 ફેબ્રુઆરી દેશભરના જીલ્લા મુખ્યાલયોમાં બીજેપી વિજય દિવસ મનાવશે.