મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શિલોંગ: , શનિવાર, 13 સપ્ટેમ્બર 2025 (12:15 IST)

પૂર્વ મુખ્યમંત્રીનું ડોનવા ડેથવેલ્સન લપાંગનુ નિધન, સોમવારે થશે અંતિમ સંસ્કાર

Donwa Lapang
Donwa Lapang
મેઘાલયના પ્રખ્યાત રાજકારણી અને 4 વખતના મુખ્યમંત્રી ડોનવા થેથવેલ્સન લપાંગ, જેમને પ્રેમથી 'માહે' કહેવામાં આવે છે, તેમનું શુક્રવારે સાંજે શિલોંગની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 93 વર્ષના હતા. તેમના પરિવારે જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી વય સંબંધિત રોગોથી પીડાતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની એમિથિસ્ટ લિન્ડા જોન્સ બ્લાહ અને 2 બાળકો છે. મેઘાલય સરકારે સોમવારે તેમના માનમાં રાજ્યકક્ષાના અંતિમ સંસ્કારની જાહેરાત કરી છે.
 
1992 થી 2010 સુધી 4 વાર બન્યા સીએમ 
 લપાંગનો જન્મ 10 એપ્રિલ, 1932 ના રોજ થયો હતો. તેમણે 1972 માં નોંગપોહ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવીને પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. આ પછી, તેમણે 1992 થી 2010 સુધી ચાર વખત મેઘાલયના મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેઓ કોંગ્રેસ પક્ષના વફાદાર નેતા હતા, પરંતુ 2018 માં તેઓ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) માં જોડાયા. તાજેતરના સમયમાં, તેઓ મેઘાલય સરકારના મુખ્ય સલાહકાર તરીકે કામ કરી રહ્યા હતા. 1992 માં અસ્તિત્વમાં આવેલા રી-ભોઈ જિલ્લાની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે પણ લપાંગને યાદ કરવામાં આવે છે.

 
ખૂબ સાધારણ હતુ લપાંગનુ બાળપણ 
 લપાંગનું બાળપણ ખૂબ જ સાદું હતું. તેમણે તેમની માતાને ચાની દુકાન ચલાવવામાં મદદ કરી અને મજૂર, શિક્ષક અને સરકારી કર્મચારી તરીકે પણ કામ કર્યું. ત્યારબાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો અને તેમની લાંબી અને શાનદાર કારકિર્દી રહી. જ્યારે લપાંગનું અવસાન થયું ત્યારે ભૂતપૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા વિન્સેન્ટ એચ. પાલા હોસ્પિટલમાં હાજર હતા. તેમના મૃત્યુના સમાચાર ફેલાતાં જ, રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો સુધી, સમાજના તમામ ક્ષેત્રના લોકો હોસ્પિટલમાં અને બાદમાં નોંગપોહ સ્થિત તેમના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા. લપાંગને સોમવારે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જેથી તેમને અંતિમ વિદાય આપી શકાય.