Weight Loss Tragedy - સોશિયલ મીડિયાના જાળમાં ફસાઈ કોલેજ ગર્લ, વજન ઘટાડવા માટે ખાધી દવા, થયુ મોત
girl dies after taking borax
Tamil Nadu College Girl: મોટેભાગે જોવા મળે છે કે લોકો વજન ઓછુ કરવા માટે અનેક પ્રકારની ટિપ્સ.. દવાઓ અને ઘરેલુ ઉપાયો કરે છે. કેટલાક લોકો જીમ જોઈન કરે છે તો કેટલાક લોકો ઘર પર જ વર્કઆઉટ કરે છે. આ દરમિયાન તમિલનાડુમાં કંઈક એવુ થયુ જેને દરેક કોઈને હલાવી નાખ્યા. અહી સોશિયલ મીડિયા પર વજન ઘટાદવાની ટિપ જીવલેણ સાબિત થઈ અને બોરેક્સ ના સેવનથી કોલેજ ગર્લનુ મોત થઈ ગયુ છે. જાણો સંમ્પૂર્ણ મામલો.
YouTube પાસેથે લીધી હતી સલાહ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે 19 વર્ષની કોલેજના પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીનું વેંકરામ અથવા બોરેક્સ નામનો પદાર્થ ખાવાથી મૃત્યુ થયું હતું, જે તેણે યુટ્યુબ વિડિઓની સલાહ પછી સ્થાનિક દુકાનમાંથી ખરીદ્યો હતો. મૃતક છોકરી, જેની ઓળખ કલાઈયારાસી તરીકે થઈ છે, તે મીનામ્બલપુરમના દૈનિક વેતન મજૂર વેલ મુરુગન અને વિજયલક્ષ્મીની પુત્રી હતી. તે નરીમેડુની એક જાણીતી ખાનગી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી.
YouTube ની સલાહ પર ખાધી દવા
અહેવાલો અનુસાર, તે વારંવાર ઓનલાઈન ઝડપથી વજન ઘટાડવાની ટિપ્સ શોધતી હતી કારણ કે તેણીનું વજન થોડું વધારે હતું. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ તાજેતરમાં એક યુટ્યુબ ચેનલ પર વજન ઘટાડવાનો વીડિયો જોયો અને પછી દવા લીધી. 17 જાન્યુઆરીના રોજ, તેણે વિડિઓમાં બતાવેલ પદાર્થનું સેવન કર્યું. થોડા સમય પછી, તેને ઉલટી અને ઝાડા થવા લાગ્યા. તેણીની માતા તેને મુનિસલાઈની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેણીની સારવાર થઈ અને તે ઘરે પાછી ફરી.
ફરીથી બગડી તબિયત
જો કે એ જ સાંજે લક્ષણ પરત આવી ગયા અને નજીકની બીજી હોસ્પિટલમાં ગયા પછી તે ફરીથી ઘરે પરત ફરી પણ તેને પેટમા ખૂબ તીવ્ર દુખાવો થયો અને તે બૂમો પાડીને રડવા માંડી. રાત્રે લગભગ 11 વાગે તેને ઉલ્ટી અને ડાયેરિયા વધી જવાથે તેની હાલત ઝડપથી બગડવા માંડી. પોલીસે જણાવ્યુ કે પડોશીઓએ પરિવારને તેને સરકારી રાજાજી હોસ્પિટલ લઈ જવાની મદદ કરી, પણ ડોક્ટરોએ રસ્તામા જ તેને મૃત જાહેર કરી દીધી. તેની બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી અને પછી પરિવારને સોંપવામાં આવી. સેલૂર પોલીસે કેસ નોંધી લીધો છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે, જેમા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે શુ YouTube કંટેટ અને દુકાન નો તેની મોતમાં કોઈ રોલ હતો.