શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રાયબરેલી. , શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (10:12 IST)

મોદીએ DDLJની જેમ સપનુ બતાવ્યુ, અઢી વર્ષ પછી Sholayનો ગબ્બર સિંહ આવી ગયો - રાહુલ

કોંગ્રેસનો ગઢ તરીકે ઓળખાતા રાયબરેલીમાં શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ એક સાથે ચૂંટણી સભા કરી. જો કે પ્રિયંકાએ મંચ પરથી કશુ જ કહ્યુ નહી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર જોરદાર હુમલો બોલ્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન અચ્છે દિનનું વચન આપ્યુ હતુ પણ હજુ સુધી તે વચન પુર થયુ નથી. ખેડૂત ઈચ્છે છે કે તેનુ કર્જ માફ થાય પણ મોદીએ તેના પર પણ એક પણ શબ્દ કહ્યો નથી. હવે યૂપી ચૂંટણીમાં પ્રધાનમંત્રી મંચથી કહી રહ્યા છેકે પ્રદેશમાં બીજેપીની સરકાર બનાવો. સરકાર બન્યા પછી પ્રદેશના ખેડૂતોનુ કર્જ માફ કરી દેવામાં આવશે. 
 
 
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી વખતે જ મોદીને ખેડૂતોની યાદ આવે છે. કોંગ્રેસે થોડા સમય પહેલાં યુપીમાં કિસાનયાત્રા યોજી હતી. યુપીના ૨ કરોડ ખેડૂતોએ દેવું માફ કરવા મોદીને અપીલ કરી હતી. હું જ્યારે તેમને મળવા ગયો ત્યારે મોદી દેવાંમાફી અંગે એકપણ શબ્દ બોલ્યા નહીં. અમે ખેડૂતો માટે ત્રણ ચીજો માગીએ છીએ .ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે, વીજળીનાં બિલ માફ કરાય અને તેમને ઊપજના યોગ્ય ભાવ આપવામાં આવે. 
 
મોદી સંબંધો બનાવે છે પણ નિભાવતા નથી 
 
રાહુલ ગાંધીએ કહ્યુ, મોદી જ્યા જાય છે સંબંધો બનાવે છે પણ કરતા કશુ નથી. કહે છે દોસ્તો, મિત્રો.. બનારસમાં ગંગા મા ને કહ્યુ - ગંગા મારી મા છે, હુ તેમનો પુત્ર છુ. બોલ્યા કે બનારસ બદલી નાખીશ. હુ કહેવા માંગુ છુ કે સંબધો બતાવવાથી નહી નિભાવવાથી બને છે. 
 
PM એ DDLJ ની જેમ બતાવ્યુ અચ્છે દિનનું સપનુ 
 
આ દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી પર તીખો કટાક્ષ પણ કર્યો. રાહુલે કહ્યુ, 'મોદીએ દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેની જેમ અચ્છે દિનનુ સપનું બતાવ્યુ. પણ અઢી વર્ષ પછી શોલેની જેમ ગબ્બર સિંહ આવી ગયો.