Gyanvapi Survey: મસ્જિદ પરિસરમાથી મળી આવ્યુ 12.8 ફીટનુ શિવલિંગ, કોર્ટે સ્થાન સીલ કરવાનો આપ્યો આદેશ
અધિવક્તા કમિશ્નર દ્વારા સર્વે અને ફોટોગ્રાફીનુ કામ શાંતિપૂર્ણ સંપન્ન થઈ ગયુ. હવે મંગળવારે એટલે 17 મેના રોજ કોર્ટ કમિશ્નર પોતાની રિપોર્ટ રજુ કરશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના અધિવક્તા હરિશંકર જૈનના પુત્ર વિષ્ણુશંકર જૈનનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદના વજૂખાનામાં શિવલિંગ મળ્યુ છે. જ્યારબાદ વારાણસી સિવિલ કોર્ટે જજ રવિ કુમાર દિવાકરે શિવલિંગના સ્થાનને સીલ કરતા તેને સીઆરપીએફના હવાલે કર્યુ છે.
અગાઉ સર્વે માટેની ટીમ જ્યારે જ્ઞાનવાપી મસ્જિદની અંદર જઈ રહી હતી ત્યારે ટીમના સદસ્ય આર પી સિંહને અટકાવવામાં આવ્યા હતા. તેમને આજના ત્રીજા દિવસના સર્વેમાં નહોતા સામેલ થવા દેવામાં આવ્યા. આર પી સિંહ પર માહિતી લીક કરવાનો આરોપ લાગ્યો છે. તેમના પર સર્વેની વાતો જાહેર કરવાનો આરોપ લાગ્યો છે.
સર્વે માટેની ટીમ આજે નંદીની સામે રહેલા તળાવ તરફ આગળ વધી હતી. તળાવમાં વોટર રેઝિસ્ટેન્ટ કેમેરા નાખીને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. અગાઉ રવિવારના રોજ થયેલા સર્વેમાં પક્ષમી દીવાલ, નમાજ સ્થળ, વજૂ સ્થળ ઉપરાંત ભોંયરાનો સર્વે કરવામાં આવ્યો હતો.
વારાણસીમાં જ્ઞાનવાપીના ત્રીજા દિવસના સરવેનું કામ પૂરું થઈ ચૂક્યું છે. કાલે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ સોંપવામાં આવશે. સરવે બાદ હિન્દુ પક્ષના સોહનલાલ બહાર આવ્યા તો તેમણે મોટો દાવો રજૂ કર્યો. સોહનલાલે કહ્યું- બાબા મળી ગયા. જેટલું શોધતા હતા એના કરતાં વધુ બહાર આવી રહ્યું છે. આના પછી પશ્ચિમી દીવાલ પાસે જે 75 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો અને 15 ફૂટ ઊંચો કાટમાળ હવે અમારો ટાર્ગેટ છે.
વજૂખાના CRPFને હવાલે
ઉલ્લેખનીય છે કે હવે આ મામલે નવુ ટ્વિસ્ટ આવ્યુ છે. હવે આ મામલે વજૂખાનાને CRPFને હવાલે કરવામાં આવ્યુ છે. આ અરજી પર જુદી સુનાવણી થશે. હવે જોવાનુ એ છે કે મંગળવારે કોર્ટમાં રિપોર્ટ રજુ થશે તો જજ શુ નિર્ણય આપશે. આ દરમિયાન આ મામલાની 17 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થશે. હવે જોવાનુ એ છે કે કોર્ટ શુ નિર્ણય આપે છે ? શુ રિપોર્ટ સાર્વજનિક થશે કે નહી, આ સુપ્રીમ મંગળવારે આ અંગેનો ચુકાદો આપશે.