જો દાઉદ ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ તેઓ મંત્રી બનાવી દેશે- ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એક સભામાં ભાજપ પર નિશાન તાક્યું હતું.
ઠાકરેએ કહ્યું હતું કે જો દાઉદ ઇબ્રાહીમ પણ ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ ભાજપ મંત્રી બનાવી દેશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હવે તેઓ (ભાજપ) દાઉદ અને તેના સહયોગીઓનો પીછો કરી રહ્યા છે. જો તે ભાજપમાં સામેલ થઈ જાય તો તેને પણ મંત્રી બનાવી દેશે. તેને જણાવશે કે કેવી રીતે તેઓ યોગ્યતાની મૂર્તિ છે."
મુંબઈના બાંદ્રા-કુર્લા પરિસરમાં ભેગા થયેલા શિવસૈનિકોને સંબોધન કરતાં ઠાકરેએ હિન્દુત્વ, કાશ્મીર પંડિત સમેત ઘણા મુદ્દાઓ પર પોતાની વાત મૂકી હતી.
ઠાકરેનો આરોપ છે કે ભાજપ દેશને હિન્દુત્વના નામે ગુમરાહ કરી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીર પંડિત રાહુલ ભટ્ટની હત્યા મામલે તેમણે કહ્યું કે "રાહુલ ભટ્ટની એક સરકારી કાર્યાલયમાં હત્યા કરી દેવાઈ. ચરમપંથી આવ્યા અને તેને મારી નાખ્યો. શું તમે ત્યાં જઈને હનુમાનચાલીસા વાંચશો?"