શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 8 મે 2017 (10:43 IST)

સાવધાન પાકિસ્તાન ! બર્બરતાનો બદલો લઈ રહી છે ભારતીય સેના, પાક. સેનાની ચોકીઓ ઉડાવી

પુંછના કૃષ્ણા ઘાટીમાં ભારતના બે જવાનોની હત્યા અને તેમના શબ સાથે બર્બરતાનો ભારતીય સેના વળતો જવાબ આપી રહી છે. ભારતીય સેના સતત પાકિસ્તાની પોસ્ટ અને બંકરો પર જોરદાર ગોળીબારી કરી રહી છે. આ હુમલામાં પાકિસ્તાનની અનેક ચોકી અને બંકર બરબાદ થઈ ગયા છે. 
 
આ વીડિયોમાં ભારતીય સૈનિક કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાની પોસ્ટ અને બંકરોને એટીજીએમ મતલબ એંટી ટૈંક ગાઈડેડ મિસાઈલથી ઉડાવી રહી છે.  આ વીડિયિઓ 1 મે ની ઘટના પછીનો છે. તાજેતરમાં સેના પ્રમુખે કહ્યુ હતુ કે અમે આ બર્બરતા પૂર્ણ કાર્યવાહીનો બદલો લઈને રહીશુ. 
 
સેનાના સૂત્રોનુ કહેવુ છે કે હાલ તો બસ શરૂઆત છે. ત્યારબાદ મોટી કાર્યવાહી તો હજુ બાકી છે. સેનાના અધિકારી પાકિસ્તાની ષડયંત્ર વિરુદ્ધ પોતાની યોજના બનાવી ચુકી છે. ઉપ સેના પ્રમુખે પણ સ્પષ્ટ કહ્યુ હતુ કે "હવે પાકિસ્તાન પર કાર્યવાહીનો સમય અને સ્થાન અમે નક્કી કરીશુ." 
 
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ આતંકીઓ સાથે મળીને ભારતીય ક્ષેત્રમાં ઘુસપેઠ કરી હતી. અહી તેમને સીમાની દેખરેખ માટે લાગેલા જવાનો પર ઘાત લગાવીને હુમલો કર્યો. ત્યારબાદ બર્બરતા કરતા બે જવાનોના માથા કાપ્યા અને ભાગી ગયા. પાકિસ્તાની સેના આ પ્રકારની હરકત પહેલા પણ કરી ચુકી છે.