Pahalgam Terror Attack: ભારતે સ્થગિત કરી સિંધુ નદી જળ સંધિ, પાકિસ્તાને જે કર્યુ તે જાણીને હસી પડશો તમે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે કડક પગલા ઉઠાવતા સિંધુ જળ સંધિને રદ્દ કરી દીધી છે. ભારતના આ પગલા પછી પાક્સિતાને જે કર્યુ છે તે જાણીને તમે હંસી પડશો. પાકિસ્તાન સરકારે વિવાદાસ્પદ ચોલિસ્તાન નહેર પરિયોજનાને રોકવાનો નિર્ણય લીધો છે. સમજવાની વાત એ છે કે જ્યારે પાણી જ નહી હોય તો પાકિસ્તાન નહેર બનાવીને શુ કરશે.
સિંઘમાં ઉભો થયો હતો વિવાદ
સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર અને પંજાબની મુખ્યમંત્રી મરિયમ નવાજે પંજાબ શહેરના રેગિસ્તાની ક્ષેત્રની સિંચાઈ માટે ફેબ્રુઆરીમાં ચેલિસ્તાન પરિયોજનાનુ ઉદ્દઘાટન કર્યુ હતુ. જો કે સિંઘ ક્ષેત્રમાં આ પગલાને લઈને હંગામો ઉભો થઈ ગયો હતો. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી સહિત વિવિધ રાજનીતિક દળોએ આ પરિયોજના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ હતુ. જોવા જેવી વાત એ છે કે પીપીપી કેન્દ્રમાં પાકિસ્તાન મુલ્સિમ લીગ નવાજની સાથે સત્તારૂઢ ગઠબંધનનો ભાગ છે.
એક થઈ ગયા શરીફ અને બિલાવલના સૂર
ભારતની તરફથી સિંધુ જળ સંધોને રદ્દ કર્યા બાદ પ્રધાનમંત્રી શહબાજ શરીફે પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી સાથે મુલાકાત કરી નહેર પરિયોજનાને રોકવા પર સહમતિ આપી હતી. બંને દળોએ આ વાત પર પણ સહમતિ બતાવી હતી કે વિવાદાસ્પદ નહેર પરિયોજના ત્યાર સુધી રદ્દ રહેશે જ્યા સુધી કે ક્ષેત્રો વચ્ચે વિવાદોનો ઉકેલ લાવવા માટે ઉચ્ચસ્તરીય આંતર પ્રાંતીય નિકાય કાઉંસિલ ઓફ કૉમ ઈંટરેસ્ટસ માં આ મુદ્દે સામાન્ય સહમતિ નથી બની જતી.