શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 મે 2017 (17:15 IST)

કેરલ - Beef Party પર ઘેરાયેલી કોંગ્રેસે 3 પાર્ટી કાર્યકર્તાને સસ્પેંડ કર્યા, એક વિરુદ્ધ મામલો નોંધાયો (see video)

કેરલમાં કોંગ્રેસ કાર્યકર્તા પર લાગ્યા ગૌહત્યાના આરોપ પછી કોંગ્રેસ બૈકફુટ પર જોવા મળી રહી છે.  બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી આ મામલે બિલકુલ ઢીલ આપવા તૈયાર નથી. શનિવારની રાત્રે બીજેપી પ્રદેશ અધ્યક્ષ રાજશેખરને પોતના ટ્વિટર હેંડલ પરથી એક વીડિયો ટ્વિટ કર્યો. આ વીડિયોમાં કેટલાક લોકો ગૌહત્યા કરતા દેખાય રહ્યા છે. આ લોકો પીએમ મોદી વિરુદ્ધ નારેબાજી પણ કરી રહ્યા છે. વીડિયોમાં યુવા કોંગ્રેસનો ઝંડો પણ દેખાય રહ્યો છે.  કેંદ્રમાં સત્તાધારી પાર્ટી બીજેપીએ કોંગ્રેસ પર હુમલો કર્યો છે. બીજી બાજુ આ મામલામાં પોલીસે યૂથ કોંગ્રેસે 16 કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે તો કોંગ્રેસે પોતાના બે કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેંડ કરી દીધા છે.
 
વિવાદ ગરમાયા પછી બીજેપીએ એવી તસ્વીર જાહેર કરી છે જેમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે આ મામલાનો આરોપી દેખાઈ રહ્યો છે. આ મામલાને લઈને યૂપીના સીએમ યોગી આદિત્યનાથના વિરોધીઓ ઉપર નિશાન સાંધ્યું છે. કેરલ પોલીસે ગૌહત્યાના આરોપમાં યૂથ કોંગ્રેસના 16 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમના પર કન્નૂરમાં ખુલ્લેઆમ ગાયની હત્યાનો આરોપ છે. કોંગ્રેસ કેરલમાં ગૌહત્યાના આરોપી યૂથ કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. જેના લીધે યૂથ કોંગ્રેસના બે મેમ્બરને સસ્પેંડ પણ કરી દેવામાં આવ્યા છે.