રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2024 (11:06 IST)

Murder - નેતાનું LIVE મર્ડર ખૌફનાક વીડિયો

Leader's LIVE murder horror video- ઉદ્ધવ ઠાકરેના નેતાનું LIVE મર્ડર,  મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરનું જાહેરમાં મર્ડર થતાં સનસની મચી હતી. ફાયરિંગ બાદ હુમલાખોરે પણ આત્મહત્યા કરી લીધી હતી.
 
મુંબઈમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા અભિષેક ઘોસાલકરની હત્યાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી રાજ તિલક રોશનનું કહેવું છે કે એમએચબી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ફાયરિંગની એક ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ફેસબુક લાઈવ દરમિયાન શૂટ
તમને જણાવી દઈએ કે શિવસેના (UBT) અભિષેક ઘોસાલરની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક લાઈવ દરમિયાન અભિષેક ઘોસાલરને શૂટ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી. ફેસબુક લાઈવ દરમિયાન અભિષેક ઘોસાલર હસતાં હસતાં વાત કરી રહ્યો હતો, આ દરમિયાન માત્ર 12 સેકન્ડમાં તેના પર 5 ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ પછી આરોપી મોરિસે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.