ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2023 (14:16 IST)

ચૂંટણી લડશે બોલીવુડની ધક-ધક ગર્લ?

Madhuri Dixit Enter In Politics: અભિનેત્રી માધુરી દીક્ષિત 2024ની લોકસભા ચૂંટણી લડશે. જોકે તેને લઈને હજુ સુધી કોઈ ઓફિશ્યલ પુષ્ટિ નથી આવી છે. દેશની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત 2024ની લોકસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી શકે છે.
 
રિપોર્ટ્સ અનુસાર, બી-ટાઉન દિવા માધુરી દીક્ષિત આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી શકે છે. કથિત રીતે માધુરી દીક્ષિત છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓના સંપર્કમાં છે. જોકે, આ પહેલા પણ કેટલાક રિપોર્ટ્સમાં આ સંકેત મળ્યા હતા કે માધુરી દીક્ષિત પુણેથી ચૂંટણી લડી શકે છે. પણ અત્યાર સુધી અભિનેત્રી અથવા તેમની ટીમ દ્વારા આ અંગેની પુષ્ટિ કરવામાં આવી નથી.
 
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની સેમીફાઈનલ મેચ યોજાઈ હતી. આ દરમિયાન અભિનેત્રી પણ ત્યાં જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે બેઠેલી જોવા મળી હતી.