શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 3 જાન્યુઆરી 2018 (12:48 IST)

#MaharashtraBandh LIVEપ્રદર્શનકારીઓએ ઘાટકોપર અને અસલફામાં મેટ્રો સેવાઓને રોકી

પુણેમાં ભીમા કોરેગાવ લડાની 200મી વર્ષગાંઠના નિમિત્તે થયેલ હિંસાને લઈને બુધવારે મહારાષ્ટ્ર બંધનુ એલાન કરવામાં આવ્યુ છે. 
 
મહારાષ્ટ્ર બંધ Live Updates.... 

- પ્રદર્શનકારીઓએ ઘાટકોપર અને અસલફામાં મેટ્રો સેવાઓને રોકી દીધી છે 
- લોકસભામાં કોંગ્રેસે પુણે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે આ હિસા પાછળ આરએસએસનો હાથ છે. 
- દિલ્હીના મહારાષ્ટ્ર સદનની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.. અહી 1 વાગ્યે પુણે હિંસા વિરુદ્ધ પ્રદર્શન થવાનુ છે. 
- કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે ચાલનારી 700 બસોને કેંસલ કરવામાં આવી છે. 

- નાલાસોપારા રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રદર્શનકારી ટ્રેક પર રેલ રોકો પ્રદર્શન કરી રહ્યા છે. સુરક્ષા અધિકારી તેમને ત્યાથી હટાવવાની કોશિશ કરી રહ્યા છે. 
 
- બંધને કારણે ઓટો રિક્ષા ચાલક પણ પ્રભાવિત. મુલુંડમાં ડ્રાઈવરોએ જણાવ્યુ કે તેઓ આ બંધનુ સમર્થન ફક્ત એ માટે કરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે જો તેમણે ઓટો કાઢી તો તેના વિરોધમાં તેમના પર હુમલો પણ થઈ શકે છે. 
 
- બેસ્ટ ની બસો આજે આ રૂટ પર નહી ચાલે.. કાંદીવલી-અકુર્લી, ડિંડોશી-હનુમાન નગર, ચાંદીવલી-સંઘર્ષ નગર, ખૈરાની રોડ-સાકીનાકા, સાહર કાર્ગો, મુલુંડ ચેક નાકા, જીજામાતા નગર 

- ઔરંગાબાદમાં ઈંટરનેટ સુવિદ્યા બંધ, બસ સેવાઓ પણ થઈ પ્રભાવિત 
 
- પુણેના અબાસાહેબ ગરવરે કોલેજ પણ આજે બંધ છે. અહી નોટિસ લગાવીને માહિતી આપવામાં આવી છે. આજે કોઈ પણ પ્રેક્ટિકલ અને લેક્ચર નહી થાય 
- સીએનએન ન્યૂઝ18 મુજબ આજે લોકસભામાં ગૃહમંત્રી રાજનાથ સિંહ ભીમા-કોરેગાવ 
હિંસા પર બોલશે. 
 
- આગામી આદેશ આવતા સુધી પુણેના બારામતી અને સતારા તરફ જનારી બસોને કેંસલ કરવામાં આવી છે. 
- મુંબઈના ડબ્બાવાળા પણ આજે પોતાની સેવા બંધ રાખશે. એસોસિએશનના અધ્યક્ષ સુભાષ તાલેકરે જણાવ્યુ કે ટ્રાંસપોર્ટની સુવિદ્યા અટવાય જવાથી ડબ્બાની ડિલીવરી ટાઈમ પર નથી થઈ શકતી તેથી અમે આ નિર્ણય લીધો છે. 
- મહારાષ્ટ્રમાં જ્યા એક બાજુ શાળા બધ છે તો બીજી બાજુ શાળા બસ ઓનર્સ એસોસિએશનના અનિલ ગર્ગે પણ બાળકોની સુરક્ષા સાથે સમજૂતી ન કરતા બસ ન ચલાવવાનો નિર્ણય કર્યો છે.  તેમણે જણાવ્યુ કે આજે મુંબઈમાં શાળાની બસો નહી ચાલે. બાળકોની સુરક્ષાને સંકટમાં નથી નાખી શકતા.