ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (23:21 IST)

મહારાષ્ટ્રમા 15 દિવસનુ મિની લોકડાઉન (બ્રેક ધ ચેન અભિયાન) - જાણો શુ ખુલ્લુ રહેશે અને શુ રહેશે બંધ, ઉદ્ધવ ઠાકરેએ કર્યુ આ એલાન

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કોરોના સંકટનો સામનો કરવા માટે કડક પ્રતિબંધોનુ એલાન કર્યુ છે. પ્રદેશમાં ગયા વર્ષની જેમ પૂર્ણ લોકડાઉન નહી પણ બધી બિન જરૂરી સેવાઓ બંધ રહેશે અને કારણ વગર નીકળવા પર રોક રહેશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ 14 એપ્રિલની રાત્રે 8 વઆગ્યાથી સૂબામાં ધારા 144 લાગૂ કરવાનુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે બની શકે છે કે આ તમારા મન મુજબ ન હોય પણ ત્યારે પણ આવુ કરવુ પડી રહ્યુ છે. આખા રાજ્યમાં આગામી 15 દિવસ સંચાર બંધી લાગૂ રહેશે.  તેમણે લોકડાઉન શબ્દનો ઉપયોગ ન કરતા બ્રેક ધ ચેન અભિયાન કરાર આપ્યો. સીએમ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યુ કે જરૂરી સેવાઓને છોડીને બધી ઓફિસ બંધ રહેશે. ઈકોમર્સ, બેંક, મીડિયા, પેટ્રોલ પમ્પ, સુરક્ષા ગાર્ડ જેવા લોકોને આમાંથી છૂટ આપવામાં આવશે.  રેસ્ટોરેંટ વગેરે ખુલ્લા રહેશે, પરંતુ ત્યાં બેસવા પર પ્રતિબંધ રહેશે. ફક્ત હોમ ડિલિવરી અને ટેક-અવેની સુવિધા મળશે
 
ગરીબોના રાશનથી લઈને કૈશ સુધીની મદદનુ એલાન 
કંસ્ટ્રક્શનના કામમાં લાગેલા મજૂરોને પ્રતિ મહિને 1500 રૂપિયાની આર્થિક મદદ આપનારા છે. ફેરિયાઓને મદદ આપવામાં આવશે. ઓટોવાળાને પણ 1500 રૂપિયા અને આદિવાસીઓને 200 રૂપિયા મહિનનાની મદદ મળશે.  7 કરોડ લોકોને 3 કિલો ઘઉ અને 2 કિલો ચોખા આગામી 3 મહિના સુધી અપાશે. આ સુવિદ્યા રાશન કાર્ડ હોલ્ડર્સને સરકારી દુકાનોથી અપાશે. 
 
મુખ્ય મંત્રીએ કરેલી જાહેરાત અનુસાર આ દરમિયાન રાજ્યમાં માત્ર જીવનજરૂરિયાતની સેવાઓ જ ચાલુ રહેશે. જાહેર પરિવહન ચાલુ રહેશે પણ માત્ર જીવનજરૂરિયાતની સેવા સાથે સંકળાયેલા લોકો જ ઉપયોગ કરી શકશે.
 
હોટલ માત્ર ટેકઅવે અને ડિલિવરી માટે જ ખૂલશે. રસ્તા પર ખાણીપીણીની દુકાનો ફૂડ ડિલિવરી માટે ખોલી શકાશે.
 
કેટલાંક કાર્યાલયો અને ઉદ્યોગોને આ નિયમોમાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.
 
રાજ્યમાં અન્નસુરક્ષા અંતર્ગત નોંધાયેલા લોકોને ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખો મફત આપવામાં આવશે. જેનો લાભ રાજ્યના સાત કરોડ લોકો લઈ શકશે. તો દરરોજ બે લાખ 'શિવભોજન થાળી' તૈયાર કરાશે.
 
રાજ્ય સરકારે નોંધેલા ફેરિયા, કામદારો, ઑટો ડ્રાઇવરોને રૂપિયા 1500 વળતર પેઠે આપવામાં આવશે.
 
રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રૂપિયા 5400 કરોડના પૅકેજની પણ જાહેરાત કરી છે. જેમાંથી રૂપિયા 3,330 કરોડ જિલ્લાઓને કોવિડ વિરુદ્ધની લડત માટે આપવામાં આવશે.
 
શું બંધ રહેશે?
 
 
- મુખ્ય મંત્રીએ જણાવ્યું કે પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે અને સ્ટૉક ઍક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા સાથે જોડાયેલી નાણાકીય સંસ્થા પણ ખુલ્લી રહેશે.
 
- રાજ્યમાં તમામ પૂજાસ્થળો, શાળા અને કૉલેજો, ખાનગી કૉચિંગ ક્લાસ, સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર પહેલી મે સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે.
 
- સિનેમા હૉલ, થિયેટર, ઑડિટોરિયમ, એમ્યુઝમૅન્ટ પાર્ક, જીમ, સ્પોર્ટ્સ, કૉમ્પલેક્સ બંધ રહેશે. ફિલ્મો, જાહેરાત અને ટેલિવિઝનનાં શૂટિંગ બંધ રહેશે.
 
- તમામ દુકાનો, શૉપિંગ સેન્ટર, બિનજરૂરી સેવાઓ સાથે જોડાયેલી સંસ્થાઓ 14 એપ્રિલ રાતે આઠ વાગ્યાથી પહેલી મે સવારે સાત વાગ્યા સુધી બંધ રહેશે.