શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નાગપુર. , શનિવાર, 9 જાન્યુઆરી 2021 (09:56 IST)

Bhandara Tragedy: મહારાષ્ટ્રના ભંડારા જીલ્લા હોસ્પિટલમાં આગ, 10 નવજાત બાળકોના દર્દનાક મોત

મહારાષ્ટ્રના નાગપુર નજીક ભંડારા જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી દુ:ખદાયક સમાચાર આવ્યા છે. આ હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે આગને કારણે 10 નવજાતનાં મોત નીપજ્યાં હતાં. જિલ્લા હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેયર યૂનિટ (SNCU) માં મોડી રાત્રે 2 વાગે અચાનક આગ લાગી ગઈ અને આ દુર્ઘટના થઈ. 
 
આ દુર્ઘટનામાં ઈંટેસિવ કેયર યૂનિટમાં મુકેલા 10 નવજાત બાળકોનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ, જ્યારે કે 7 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. 
 
ભંડારા જીલ્લા હોસ્પિટલના મેડિકલ અધિકારી ડો. પ્રમોદ ખંદાતે એ જણાવ્યુ - મોડી રાત્રે લગભગ 2 વાગ્યે આ દુર્ઘટના થઈ છે. હોસ્પિટલના આઉટ બોર્ન યૂનિટમાં ધુમડો નીકળી રહ્યો હતો. જ્યારે હોસ્પિટલની નર્સે દરવાજો ખોલ્યો તો જોયુ કે આઉટ બોર્ન યૂનટમાં ચારેબાજુ ધુમાડો જ ધુમાડો હતો. 
 
અધિકારી મુજબ નર્સે તરત જ હોસ્પિટલના અધિકારીઓને બોલાવ્યા, જે બાદ ફાયર બ્રિગેડે હોસ્પિટલમાં લોકોની મદદથી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યુ હતું. બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. જો કે આ દુર્ઘટનામાં 10 બાળકોના મોત થઈ ગયા, જ્યારે કે 7 બાળકોને બચાવી લીધા.