યૂપીમાં નોનવેજ સંકટ - સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાલ પર મીટ વેપારી
ઉત્તર પ્રદેશમાં ગેરકાનૂની કતલખાના પર થઈ રહેલ કાર્યવાહીનો વિરોધ કરતા માંસ વિક્રેતાઓએ તીખો વિરોધ બતાવતા સોમવારે અચોકસ મુદતની હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. આ હડતાલમાં મટન અને ચિકન વિક્રેતાઓ પછી હવી ફીશના વેપારીઓનો પણ સમાવેશ થઈ ગયો છે.
લખનૌ બકરા મટન વેપાર મંડળના પદાધિકારી મુબીન કુરૈશીએ કહ્યુ 'અમે અમારી હડતાળ વધુ તેજ કરવાનો નિર્ણય કર્યો છે. માસની બધી દુકાનો બંધ રહેશે. માછલી વિક્રેતાઓએ પણ આ હડતાળમાં સામેલ થવાની જાહેરાત કરી છે.'
યૂપીમાં નોનવેજ સંકટ ઉભી થઈ શકે છે. આખા પ્રદેશમાં અચોક્કસ મુદત હડતાળ પર મીટ વેપરી ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર કતલખાના પર થઈ રહેલ કાર્યવાહીનો વિરોધ કરતા માંસ વિક્રેતાઓએ તીખો વિરોધ બતાવતા સોમવારથી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ અચોક્કસમુદતની હડતાળમાં મટન અને ચિકન વિક્રેતાઓ પછી હવે માછલીના વેપારીઓનો પણ સમાવેશ થઈ ગયો છે.
અચોક્કસ મુદતની હડતાળ પર મીટ વેપારી, 5000 દુકાનોનું શટર પડ્યુ
ગેરકાનૂની કતલખાના વિરુદ્ધ યોગી સરકારની કાર્યવાહીથી રાજધાની લખનૌમાં ખૂબ હલચલ છે. નોનવેજ વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ તેને લઈને ગુસ્સામાં છે. આ કારણે અનેક ટ્રેડર્સ એસોસિએશને અચોક્કસ મુદતની હડતાળ કરી છે. મતલબ સોમવારેથી રાજધાનીની 5000 નોનવેજની દુકાનો બંધ રહેશે.
હોટલ અને રેસ્ટોરેંટ થશે પ્રભાવિત
ઉલ્લેખનીય છે કે યૂપીની રાજધાની લખનૌ સહિત પ્રદેશના અનેક જીલ્લાઓમાં કતલખાના બંધ થઈ જવાથી નોનવેજવાળા હોટલ અને રેસ્ટોરેંટ પહેલાથી જ મુસીબતો ઉભી થઈ રહી છે. હવે મીટ વેપારીઓ અને ફિશ વિક્રેતાઓ પણ હડતાળ પર જવાથી આવા પ્રતિષ્ઠાનો પર બંધીનો ખતરો ઉભો થવાની આશંકા છે.
રોજી-રોટી પર સંકટ
કુરૈશીએ કહ્યુ કે કતલખાના પર કાર્યવાહીને કારણે લાખો લોકોની રોજી-રોટી પર સંકટ ઉભુ થયુ છે. જો કે લખનૌમાં માંસાહારના હોટલ સંબંધિત કરનારા શમીલ શમ્મીએ પ્રદેશમાં ગેરકાયદેસર કતલખાના બંધ કરવાનુ સ્વાગત કરતા કહ્યુ કે જો સૂબામાં માંસની પરેશાની થઈ તો અમે દિલ્હીથી મટન મંગાવીશુ અને ભોજનની ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહી કરવામાં આવે.
તેમણે એ પણ આરોપ લગાવ્યો કે ગેરકાયદેસર કતલખાનામાં કૂતરાઓ પણ કાપવામાં આવે છે. શમ્મીએ એક સવાલ પર કહ્યુ કે આ ધર્મ સાથે જોડાયેલ મામલો નથી. પણ સીધી રીતે લોકોના આરોગ્ય સાથે જોડાયેલ મામલો છે. દરેકને સારી ક્વોલિટીનુ માંસ અને માછલી ખાવાનો અધિકાર છે.
અનેક કતલખાના થયા બંધ
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બનતા જ કતલખાના પર કાર્યવાહીની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. ઈલાહાબાદમાં બે કતલખાના બંધ કરવા માટે ગયા પછી આગ્રા અને ગાજિયાબાદમાં પોલીસે અનેક કતલખાનાને બંધ કરાવી દીધા છે. આગ્રામાં બે કતલખાના છે. જેમાથી એક નગરનિગમનુ છે. તો બીજી બસપાના પૂર્વ ધારાસભ્યની વ્યક્તિગત કતલખનું છે. આ બંને કતલખાનાને હાલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સખત તેવરના કારણે બે દિવસ સુધી માટે બંધ કરવામાં આવ્યા.
ગાજિયાબાદમાં જીલ્લા સરકારે 15 કતલખાનાને બંધ કરાવ્યા. પોલીસે મોટી કાર્યવાહી કરતા કૈલા ભટ્ટા વિસ્તારના ડઝનોબંધ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવી દીધા. આ બધા કતલખાના ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા હતા. કતલખાના બંધ થવાથી તેની સાથે જોડાયેલા લોકો બેરોજગાર થઈ ગયા છે. તેઓ આ કાર્યવાહી વિરુદ્ધ બવાલ કરી શકે છે. તેથી ત્યા ભારે સુરક્ષા બળ ગોઠવાયેલા છે.