દિલ્હી મેટ્રોમાં સ્ત્રીઓને સુરક્ષા માટે ચપ્પુ, માચિસ અને લાઈટર રાખવાની છૂટ
છેડછાડની ઘટનાઓને ધ્યાનમાં રાખતા મહિલા સુરક્ષાને લઈને સીઆઈઈએસફએ આજે મુખ્ય નિર્ણય લીધો. દિલ્હી મેટ્રોમાં હવે પોતાની સુરક્ષા માટે મહિલાઓ નાનુ ચપ્પુ રાખી શકે છે. આ નિર્ણય સાથે જ લાઈટર અને માચિસ પણ રાખવાની રોક હટાવી દેવામાં આવી છે. મહિલાઓ ચાર ઈંચથી નાનુ ચપ્પુ અને માચિસની નાનકડી ડબ્બી પોતીની પાસે રાખી શકે છે.
સુરક્ષા માટે સ્ત્રીઓને ચપ્પુ રાખવાના નિર્ણયની પ્રશંસા થઈ રહી છે. પણ માચિસ અને લાઈટરને મળેલ અનુમતિ પર મેટ્રોની સુરક્ષા સાચવનારી સેંટ્રલ ઈંડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સે (CISF)એ કહ્યુ શાસ્ત્રી નગર ડેપો પર આ વસ્તુઓનો અંબાર લાગ્યો છે. ક્યારેય આ વસ્તુઓની ગણતરી થઈ નથી પણ રોજ દિવસની લગભગ 100 લાઈટર અને માચિસ જપ્ત કરવામાં આવે છે.
એટલુ જ નહી હવે મજૂર પણ મેટ્રોમાં પોતાના ટૂલ્સ સાથે લઈ જઈ શકે છે. આ સંબંધમાં અનેક લેબર્સે પણ આગ્રહ કર્યો હ્તઓ કે તેમને યાત્રા દરમિયાન તેમના ટૂલ્સ સાથે લઈ જવાના હોય છે. આ નિર્ણયથી હવે મ અજૂર પોતાના ટૂલ્સ સાથે લઈ શકશે. ટૂલ્સ લઈ જનારા લોકોના નામ નોંધવામાં આવશે જેથી જરૂર પડતા તેમની ઓળખ કરી શકાય. ધ્યાન રાખો કે બેંગલુરૂમાં થયેલ ઘટના પછી મેટ્રો શહેરમાં યુવતીઓની સુરક્ષાને લઈને ફરી ચર્ચા છેડાય ગઈ છે.