1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (12:41 IST)

નૂપૂર શર્માને મળ્યુ ગન લાઈસેંસ, પૈગમ્બર પર વિવાદિત નિવેદન પછી સતત મળી રહી હતી ધમકીઓ

Nupur sharma
બીજેપીમાંથી બહાર કરવામાં આવેલ નેતા નૂપૂર શર્માને ગન લાઈસેંસ આપવામાં આવ્યુ છે. નૂપૂર શર્માએ પોતાની જીવનુ સંકટ બતાવતા ગન લાઈસેંસની અરજી આપી હતી.  પૈગમ્બર મોહમ્મદ પર વિવાદિત નિવેદન બાદ તેને સતત જાનથી મારવાની ધમકી મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે 26 મે 2022ના રો એક ટીવી ડિબેટ દરમિયાન નૂપૂર શર્માએ પૈગમ્બર મોહમ્મદને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. જેને લઈને અનેક સ્થાન પર હિંસક પ્રદર્શન થયા હતા અને નૂપૂર શર્માની ધરપકડની માંગ ઉઠી હતી. સાથે જ સર તન સે જુદાની ધમકી આપવામાં આવી હતી. 
 
ઉમેશ કોલ્હેની ગળુ કાપીને હત્યા, કન્હૈયાલાલનુ સર કલમ 
 
એટલુ જ નહી  નૂપૂર શર્માના નિવેદનનુ સમર્થન કરનારાઓને પણ સર કલમની ધમકીઓ આપવામા આવી હતી. અમરાવતીમાં ઉમેશ કોલ્હેનુ ગળુ કાપીને હત્યા કરવામાં આવી. તો બીજી બાજુ ઉદયપુરમાં દુકાનમાં ઘુસીને કન્હૈયાલાલનુ સર કલમ કરવામાં આવ્યુ. સાથે જ અનેકને સર તન સે જુદા કરવાની ધમકી આપવામાં આવી. પ્રદર્શનમાં સર તન સે જુદાની નારેબાજી કરવામાં આવી. 
 
નુપુર શર્મા વિરુદ્ધ 8 રાજ્યોમાં 10 થી વધુ કેસ દાખલ છે
સતત ધમકીઓ મળ્યા બાદ નૂપુર શર્માને બંદૂકનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. તેમની સામે 8 રાજ્યોમાં 10 થી વધુ કેસ નોંધાયેલા છે પરંતુ સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરી દીધા છે.
 
નુપુર શર્મા કેસની ટાઈમલાઈન 
આવો હવે તમને જણાવીએ કે નૂપુર શર્મા વિવાદમાં ક્યારે શું થયું?
 
-  26 મે 2022ના રોજ ટીવી ડિબેટમાં પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
-  29 મે, 2022ના રોજ કાનપુરમાં ધાર્મિક લાગણી ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
-  30 મે 2022ના રોજ મુંબઈમાં નૂપુર વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો હતો
- 3 જૂન 2022ના રોજ કાનપુરમાં હિંસક પ્રદર્શનો થયા હતા.. રાષ્ટ્રપતિ આ દિવસે કાનપુરની મુલાકાતે હતા.
- 4 જૂન 2022 ઘણા મુસ્લિમ દેશોએ નૂપુર શર્માના નિવેદનનો વિરોધ કર્યો
- 5 જૂન 2022 ના રોજ, ભાજપે નુપુરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી, નુપુરની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માફી પણ માંગી.
- 10 જૂન 2022 ના રોજ શુક્રવારની નમાજ પછી ઘણા શહેરોમાં હિંસક પ્રદર્શનો થયા હતા
- 21 જૂન 2022 નુપુરના નિવેદનને સમર્થન આપવા બદલ અમરાવતીમાં ઉમેશ કોલ્હેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
- 28 જૂન 2022 બે હત્યારાઓએ ઉદયપુરમાં એક દુકાનમાં ઘૂસીને કન્હૈયાલાલનું માથું કાપી નાખ્યું.
 
- 1 જુલાઈ, 2022ના રોજ આ મામલે સુપ્રીમ કોર્ટે નુપુરને ફટકાર લગાવી હતી
-  19 જુલાઈ, 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે નુપુરની ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો.. સાથે જ કેસને તમામ 8 રાજ્યોમાંથી દિલ્હીમાં ટ્રાન્સફર કર્યો હતો.
- હવે નૂપુર શર્માને બંદૂકનું લાયસન્સ આપવામાં આવ્યું છે.. જેથી તે પોતાના જીવની રક્ષા કરી શકે