1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 18 ડિસેમ્બર 2021 (21:46 IST)

કોરોના પર બનેલી પૈનલનો દાવો : દેશમાં ઓમિક્રોનને કારણે આવશે ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં પીક પર રહેશે કેસ

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનના ખતરા વચ્ચે ભારતમાં રોગચાળાની ત્રીજી લહેરને લઈને એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. નેશનલ કોવિડ-19 સુપરમોડલ પેનલ અનુસાર, Omicron ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર લાવી શકે છે. આ મહિનામાં કેસ ટોચ પર હશે.
 
પેનલ હેડ અને IIT હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગરે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં તેની ટોચ પર હશે. જો કે, તે બીજી લહેર જેટલું જોખમી નહીં હોય. ફેબ્રુઆરીમાં નવા દર્દીઓ પણ બીજા લહેર કરતા ઓછા હશે.
 
બ્રિટન કરતા ભારતમાં ઓમિક્રોનનું સંકટ ઓછુ 
 
પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે કોરોનાનું નવું સ્વરૂપ ઓમિક્રોન બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોકે, ભારતમાં યુકે જેવી સ્થિતિ નહીં હોય. તેની પાછળ તેમણે  બે કારણો આપ્યા. પ્રથમ- બ્રિટનમાં ઓછી સીરો-પોઝીટીવીટી અને ઉચ્ચ વેક્સીનેશનનો દર છે. જ્યારે ભારતમાં આ બંનેની સંખ્યા વધુ છે. આ જ કારણ છે કે ત્રીજી લહેર બહુ ખતરનાક નહીં હોય.
 
તેમણે કહ્યું કે ઓછી સીરો-પોઝિટિવિટી એટલે કુદરતી સંક્રમણ કરતાં ઓછુ સંક્રમણ. બીજું- બ્રિટને મોટે ભાગે Mrna આધારિત રસીનો ઉપયોગ કર્યો છે. તે ટૂંકા ગાળાની સુરક્ષા પૂરી પાડે છે. ભારતમાં આ રસીઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જે ભારતની સ્થિતિને સુધારે છે.
 
ત્રીજી લહેર ઓછી ખતરનાક હશે
 
પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચથી જ રસીકરણ શરૂ કર્યું હતું. તે સમયે ડેલ્ટા વેરિઅન્ટ આવ્યો હતો.  તેથી ડેલ્ટા વેરિઅન્ટ એવી વસ્તીને અસર કરી જેમણે વેક્સીનેશન લીધુ નહોતુ. સીરો-સર્વે મુજબ, હવે દેશમાં વસ્તીનો એક નાનો ભાગ જ બાકી છે, જે ડેલ્ટા વાયરસના સંપર્કમાં આવ્યો નથી.
 
દેશમાં 75% થી 80% (અગાઉ એક્સપોઝર) ની સીરો-વ્યાપકતા છે.  વેક્સીનેશન પણ મોટા પ્રમાણમાં થયું છે. આ જ કારણ છે કે કોરોનાની ત્રીજી લહેર ઓછી ખતરનાક હોવાનું અનુમાન છે.
 
એક્સપર્ટ ચેતાવણી આપી ચુક્યા છે 
 
17 ડિસેમ્બરના રોજ, ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવે કોવિડ એપ્રોપિએટ બિહેવિયર વિશે ચેતવણી આપી હતી. તેમણે લોકોને ગીર્દીવાળા સ્થાન અને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના આપી હતી. ભાર્ગવે એમ પણ કહ્યું હતું કે જે જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ 5% થી વધુ છે, ત્યાં વહીવટીતંત્રએ અત્યારથી જ સંપૂર્ણ ચુસ્ત નિયમો સાથે તૈયારીઓ શરૂ કરવી જોઈએ.
 
અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં નવા વેરિઅન્ટના 131 કેસ નોંધાયા
 
કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન વિશ્વના 91 દેશોમાં ફેલાઈ ગયું છે. ભારતમાં પણ 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં નવા વેરિઅન્ટના 131 કેસ મળી આવ્યા છે. WHO અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટ દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા સ્ટ્રેન કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ખૂબ વધુ ખતરનાક સાબિત થઈ રહ્યો છે.