શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (11:14 IST)

નોટબંધીનો એક મહિનો પુરો, કાળી પટ્ટી બાંધીને વિપક્ષી નેતાઓ 'બ્લેક ડે' ઉજવશે

નોટબંધીના નિર્ણયને એક મહિનો પુર્ણ થઈ ગયો છે. મોદી સરકારે આ નિર્ણયને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળ વિરોધ કરી રહ્યા છે. વિપક્ષી દળોનો આરોપ છે કે સરકારના નિર્ણયથી દેશને અને ખાસ કરીને સામાન્ય લોકોને મોટી તકલીફ થઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે નોટબંધી પછી અત્યાર સુધી 84 લોકોનુ મોત લાઈનોમાં ઉભા રહીને થઈ ચુક્યુ છે. વિપક્ષી દળ નોટબંધીન આ એક મહિનો પુર્ણ થવાના અવસર પર ગુરૂવારે બ્લેક ડે મનાવી રહ્યા છે. 
 
કાળી પટ્ટી બાંધીને કરશે વિરોધ 
 
નોટબંધીના નિર્ણય વિરુદ્ધ વિપક્ષના મોટાભાગના દળ એક છે. લોકસભા અને રાજ્યસભામાં બુધવારે પણ આખો દિવસ કામકાજ થયુ નથી.  ગુરૂવારે હંગામો થવાની પૂરી શક્યતા છે. રાજ્યસભા અને લોકસભાના બધા વિપક્ષી સભ્યો ગાંધી સ્ટેચ્યૂ પર ધરણા આપશે. તેઓ કાલી પટ્ટી બાંધીને પણ વિરોધ બતાવશે. સંસદના અંદર પણ હંગામો ચાલુ રહી શકે છે. વિપક્ષ નોટબંધી પર ચર્ચા સાથે વોટિંગ પણ કરી રહ્યુ છે. બુધવારે 14 દળોના નેતાઓની બેઠકમાં નિર્ણય થયો તો સમગ્ર વિપક્ષ ગુરૂવારે બ્લેડ દેના રૂપમાં ઉજવશે.