રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (18:37 IST)

પદ્મ શ્રી નંદ કિશોર પ્રુસ્ટીનુ નિધન, એક રૂપિયો પણ લીધા વગર 70 વર્ષ સુધી બાળકોને ભણાવ્યા, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ

પદ્મ શ્રી નંદ કિશોર પ્રુસ્ટીનુ નિધન મંગળવારે 7 ડિસેમ્બરના રોજ  થયુ. એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની વય 104 વર્ષ હતી. લોકો વચ્ચે તેઓ નંદા સર તરીકે પ્રસિદ્ધ હતા. બપોરે 1 વાગીને 30 મિનિટ પર તેમનુ નિધન થયુ. ગયા મહિને જ તેમને પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત બીજા નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. 
 
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કરતા લખ્યુ કે નંદ કિશોર પ્રુસ્ટીજી ના નિધનથી દુખી છુ. ઓડિશામાં શિક્ષાની ખુશીઓને ફેલાવવાના તેમના પ્રયાસોને કારણે ખૂબ સન્માનિત નંદા સરને પેઢીયો સુધી યાદ કરવામા આવશે. તેમને થોડા અઠવાડિયા પહેલા પદ્મ પુરસ્કાર સમારંભમાં દેશનુ ધ્યાન અને સ્નેહ આકર્ષિત કર્યુ હતુ.