ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 23 માર્ચ 2017 (11:29 IST)

પોલીસ પર કારણ વગર દબાણ ન બનાવે, ટ્રાંસફર-પોસ્ટિગથી દૂર રહો - UP ના સાંસદોને બોલ્યા મોદી

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીતથી ખુશ નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજેપી સાંસદોને ગુરૂવારે નાસ્તો કરવા બોલ્યા. મીડિયા રિપોર્ટ્સ મુજબ પીએમ રહેઠાન પર બધા સાંસદોનુ સન્માન કરવામાં આવ્યુ.  આ દરમિયાન મોદીએ સાંસદોને કહ્યુ કે કોઈપણ મામલે (એંટી રોમિયો સ્કવાયડ સહિત) પોલીસ પર કારણ વગર દબાણ ન બનાવો. મોદીએ સાંસદોના ટ્રાંસફર અને પોસ્ટિંગથી પણ દૂર રહેવાનુ કહ્યુ. સાથે જ ખૂબ મહેનતથી કામ કરવાની સલાહ આપી. 
 
 
- મોદીએ સાંસદોને 7, લોક કલ્યાણ માર્ગ પર પોતાના રહેઠાણ પર યૂપીના સાંસદો સાથે મુલાકાત કરી. આ દરમિયાન અમિત શાહ, રાજનાથ સિંહ અને મુરલી મનોહર જોશી પણ ત્યા હાજર હતા. 
- બીજેપીએ પોતાના મિશન 300 પ્લસ હેઠળ અનેક કેન્દ્રીય મંત્રીઓ અને યૂપીના સાંસદોને સંપૂર્ણ રીતે યૂપીમાં લગાવી દીધા હતા. સાંસદોને આ ટારગેટ આપ્યુ હતુ કે તેઓ પોતાના વિસ્તારમાં વધુથી વધુ સીટો પર બીજેપી કેંડિડેટની જીત નક્કી કરે. 
 
- યૂપી અસેંબલી ચૂંટણીમાં મોદી અને તેમના 9 મંત્રીઓએ સંસદીય ક્ષેત્રમાં બીજેપીની 100 ટકા સ્ટ્રાઈક રેટ રહ્યો છે. રાજનાથ સિંહ મેનકા ગાંધી અને ઉમા ભારતી ઉપરાંત રાજ્ય મંત્રી નરેન્દ્ર નાથ પાડેય, મહેશ શર્મા સાધ્વી નિરંજન જ્યોતિ સંજીવ બાલિયાન સંતોષ ગંગવાર અને અનુપ્રિયા પટેલના એરિયાની બધી વિધાનસભા સીટો પર બીજેપીએ જીત મેળવી છે. 
 
2019ના લોકસભા ચૂંટણી માટે અત્યારથી કામ કરવાનુ કહ્યુ છે 
 
- બીજેપીએ રાજ્યમાં એકલા 312 સીટો પર જીત નોંધી છે જ્યારે કે તેના નેતૃત્વવાળા એનડીએને 325 સીટો મળી છે એવુ કહેવાય રહ્યુ છે કે મોદીએ બ્રેકફાસ્ટ દરમિયાન સાંસદોને 2019ના લોકસભા ચૂંટણી માટે એકત્ર રહેવા પણ કહ્યુ. 
 
- રાજ્યમાં કુલ 80 લોકસભા સીટ છે તેથી 2019ની લોકસભા ચૂંટણીમાં તેનો મહત્વનો રોલ હશે. 2014માં 72 સીટો મળી હતી.