ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (19:35 IST)

કોરોનાની ત્રીજી લહેરના સંકટને જોતા પીએમ મોદીએ મહામારીની સ્થિતિ અને વેક્સીનેશનની કરી સમીક્ષા

કોરોનાના ત્રીજી લહેરના સંકટના ખતરાને જોતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક હાઈ લેવલની બેઠકમાં દેશમાં સંક્રમણ અને વેક્સીનેશનની સમીક્ષા કરી રહ્યા છે. જેમા રાજ્યોની તાજી સ્થિતિ વિશે માહિતી લઈને સાવચેતીનાં પગલાં વિશે જાણકારી આપવામાં આવી રહી છે.
 
બીજી લહેર હજુ પણ કાયમ, 35 જિલ્લાઓમાં સંક્રમણનો દર 10 ટકાથી વધુ 
 
આ બેઠકના એક દિવસ પહેલા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું હતું કે ભારત હજુ પણ કોવિડ-19 ની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. બીજી લહેર ગઈ નથી. વીકલી કોવિડ પોઝિટિવિટી રેટ દેશના 35 જિલ્લાઓમાં હજુ પણ 10 ટકાથી વધુ છે, જ્યારે 30 જિલ્લાઓમાં તે પાંચથી 10 ટકાની વચ્ચે છે.

 
અડધી વસ્તીથી વધુને કોરોના વેક્સીન 
 
દેશની અડધાથી વધુ વસ્તીને અત્યાર સુધી કોરોના વિરોધી વેક્સીનની ઓછામાં ઓછો એક ડોઝ મળી કુક્યો કહ્હે. જયારે કે 18 ટકા લોકોને બંને ડોઝ મળ્યા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 72 કરોડથી વધુ વેક્સીન લગાવવામાં આવી ચુકી છે.